Site icon News Continuous Bureau | Mumbai

Black pepper prices stable વરસાદની ખેંચ છતાં શ્રીલંકાનાં ઉંચા પાકથી મરીના ભાવ સ્થિર, બજારમાં તેજીમંદીના સમીકરણો બદલાયા

Black pepper prices stable ભારતમાં ઉત્પાદન ઘટવાની આશંકા વચ્ચે શ્રીલંકાથી આયાત શરૂ થતાં બજારને મળ્યો ટેકો, NCDEX પર વાયદો શરૂ થવાથી ભાવમાં પારદર્શિતા

Black pepper prices stable  વરસાદની ખેંચ છતાં શ્રીલંકાનાં ઉંચા પાકથી મરીના ભાવ સ્થિર, બજારમાં તેજીમંદીના સમીકરણો બદલાયા

Black pepper prices stable વરસાદની ખેંચ છતાં શ્રીલંકાનાં ઉંચા પાકથી મરીના ભાવ સ્થિર, બજારમાં તેજીમંદીના સમીકરણો બદલાયા

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Black pepper prices stable ફિફા વર્લ્ડ કપના રોમાંચ જેવી જ સ્થિતિ હાલમાં કાળા મરીના કારોબારમાં જોવા મળી રહી છે, જ્યાં વરસાદની ખેંચ અને સ્થાનિક ઉત્પાદન ઘટવા છતાં શ્રીલંકાથી ઊંચા ઉત્પાદનના અહેવાલો અને આયાત શરૂ થવાથી બજારમાં ભાવ સ્થિર (Stable) રહ્યા છે.

Black pepper prices stable – ભારતમાં મરીનું ઘટતું ઉત્પાદન અને આયાત પર નિર્ભરતા

વરસાદની અનિયમિતતા અને બજારની અનિશ્ચિતતાના કારણે ભારતમાં કાળા મરીનું (Black pepper) ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. અગાઉ કેરળ દેશમાં સૌથી વધારે મરીનું ઉત્પાદન કરતું અગ્રણી રાજ્ય હતું, પરંતુ હવે કર્ણાટક આ બાબતમાં પ્રથમ ક્રમાંકે પહોંચી ગયું છે. ગત વર્ષે સમગ્ર ભારતમાં આશરે ૬૦,૦૦૦ ટન મરીનું ઉત્પાદન થયું હતું, જે આ વખતે ઘટીને માત્ર ૪૫,૦૦૦ થી ૪૭,૦૦૦ ટન જેટલું જ રહેવાનું પ્રારંભિક અનુમાન છે. વર્તમાન સિઝનમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે અને જો સ્થિતિ આવી જ રહેશે તો આગામી સિઝનમાં ભારતમાં મરીનું કુલ ઉત્પાદન માંડ ૪૦,૦૦૦ ટનની આસપાસ પહોંચશે તેવું કૃષિ નિષ્ણાતો જણાવી રહ્યા છે. દેશમાં મરીની કુલ વાર્ષિક સ્થાનિક ખપત આશરે ૮૦,૦૦૦ ટનની હોવાથી ભારતને આગામી સમયમાં પણ આયાતી માલ ઉપર જ મોટા પ્રમાણમાં નિર્ભર રહેવું પડે તેવી સંભાવનાઓ પ્રબળ બની છે.

Black pepper prices stable – શ્રીલંકાની આયાત અને વૈશ્વિક બજારની અસરો

સાફ્ટા (SAFTA) કરારના નિયત ક્વોટા હેઠળ શ્રીલંકા ભારતમાં દર વર્ષે ૨,૫૦૦ ટન મરીની નિકાસ કરવાની છૂટ ધરાવે છે. એપ્રિલથી માર્ચના સમયગાળા માટેનો આ ક્વોટા અગાઉ જ આવી જવાથી વિતેલી સિઝનની શરૂઆતમાં ભારે તેજી જોવા મળી હતી. ત્યારબાદ ક્વોટા વગર શ્રીલંકાથી થતી આયાત મોંઘી પડવાના કારણે આવકો અચાનક ઠપ્પ થઇ ગઈ હતી. હવે જુલાઈ મહિનાથી નવી સિઝન શરૂ થઈ ચૂકી છે અને શ્રીલંકામાં ઉત્પાદન વધારે હોવાના અહેવાલો મળતા ભારતમાં કાળા મરીના ભાવ કાબૂમાં અને સ્થિર રહ્યા છે. એક સમય હતો જ્યારે ભારતીય મરીની સુગંધ વિશ્વભરમાં પ્રસરતી હતી અને ભારત વૈશ્વિક બજારમાં મુખ્ય નિકાસકાર હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિયેટનામ, બ્રાઝિલ તથા ઇન્ડોનેશિયા જેવા દેશોના મરીના ભાવ વૈશ્વિક બજારમાં ઘણા નીચા રહેતા હોવાથી ભારતની નિકાસને મોટો ફટકો પડ્યો છે.

Black pepper prices stable – આબોહવાકીય પડકારો અને NCDEX વાયદાની સ્થિતિ

છેલ્લા બે વર્ષથી અનિયમિત વરસાદને કારણે ભારતમાં મરીના છોડ પર બ્લોસમ (Blossom) તૈયાર થવામાં લાંબો વિલંબ થઈ જાય છે. મરીના પાકને તેની આખી સિઝનમાં સરેરાશ ૮૦ થી ૧૦૦ ઇંચ વરસાદની અનિવાર્ય આવશ્યકતા રહે છે, પરંતુ વર્તમાન વર્ષે હજુ સુધી માંડ ૨૫ ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. વળી, અલ નિનો (El Nino) ની સંભવિત અસરને કારણે મરીના દાણાની સાઈઝ નાની રહેવાની અને વજન ઘટી જવાની પૂરી શક્યતા છે. બીજી તરફ, NCDEX પ્લેટફોર્મ પર મરીનો વાયદો ફરીથી શરૂ થવાથી બજારને પારદર્શક ભાવ મળવાની શરૂઆત થઈ છે. હાલમાં વાયદામાં કાળા મરીના ભાવ કિલોદીઠ ૭૩૭ રૂપિયા જ્યારે હાજર બજારમાં ૭૧૯ રૂપિયા બોલાઈ રહ્યા છે. આગામી ૧૫ દિવસ દરમિયાન કેરળ અને કર્ણાટકમાં પડનાર વરસાદનો આગામી રાઉન્ડ મરીના પાકના ભવિષ્ય અને અંતિમ ઉત્પાદન માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.
D.K –

👉 આ સમાચાર વાચો:
Sensex plunges 700 points રોકાણકારોની વધી ચિંતા! સેન્સેક્સમાં ૭૦૦ અંકનો મોટો કડાકો, આ ૬ કારણોએ બગાડ્યો શેરબજારનો મૂડ

Coriander Festive Price Rally ધાણામાં તહેવારોની તેજીથી રોકાણકારોને મોટો લાભ વાયદા અને હાજર બજારમાં ભાવ ઉછળ્યા, એક મહિનામાં ૨૦ ટકા સુધી ઊંચું વળતર
Flight Ticket Prices New Rules તહેવારોમાં ફ્લાઇટ ટિકિટોના આસમાને પહોંચતા ભાવોમાંથી રાહત નહીં! સરકારે હાથ અદ્ધર કર્યા જાણો કેમ સામાન્ય દિવસોમાં નહીં મુકાય એરફેર કેપ?
India GDP Growth “ચીનથી વિમુખ થતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદ, પરંતુ…” વૈશ્વિક અર્થશાસ્ત્રીએ ભારતીય અર્થતંત્રના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે મૂકી આ મોટી શરત..
SBI Home Loan Interest Rate Hike તહેવારોની ખુશીઓ વચ્ચે મોટો આંચકો! SBI ની હોમ લોન થઈ મોંઘી જાણો તમારા માસિક EMI પર દર મહિને કેટલો બોજ વધશે?
Exit mobile version