Site icon

મોંધવારીનો મારઃ આ સરકારી બેંકે વ્યાજદરમાં કર્યો ઘટાડો, ગ્રાહકોને બચત ખાતામાં મળશે આટલું વ્યાજ..  જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

સામાન્ય નાગરિકો પહેલાથી મોંધવારીનો માર સહન કરી રહ્યાં છે, તેમાં હવે બેંક દ્વારા બચત ખાતા પરનો વ્યાજ દર પણ ઘટાડી નાખવામાં આવી રહ્યો છે. બેંક ઓફ ઇન્ડિયામાં(Bank of india) સેવિંગ એકાઉન્ટ(Saving account) ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર છે. બેંકે સેવિંગ્સ એકાઉન્ટ પરના વ્યાજદરમાં(Interest rate) ઘટાડો કર્યો છે. આ પહેલા ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંકે(IndusInd Bank) પણ બચત ખાતાના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. આ નવા દરો  પહેલી મે, 2022 થી અમલમાં આવ્યા છે

Join Our WhatsApp Community

તમને જણાવી દઈએ કે બેંક ઓફ ઈન્ડિયાએ 1 લાખ રૂપિયા સુધીની ડિપોઝીટ પરના વ્યાજ માં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. પહેલા બેંક ગ્રાહકોને 2.90 ટકાના દરે વ્યાજ નો લાભ આપતી હતી, પરંતુ હવેથી ગ્રાહકોને 2.75 ટકાના દરે વ્યાજ મળશે. બેંકના નવા દરો પહેલી મે, 2022 થી અમલમાં આવ્યા છે.

જો તમે તમારા બચત ખાતામાં 1 લાખ રૂપિયાથી વધુનું બેલેન્સ રાખ્યું છે, તો ગ્રાહકોને 2.90 ટકાના દરે વ્યાજ નો લાભ મળશે. બેંકે 1 લાખ રૂપિયાથી વધુના વ્યાજમાં કોઈ કપાત કરી નથી, એટલે કે ગ્રાહકોને તે મુજબ વ્યાજ નો લાભ મળશે.

આ સમાચાર પણ વાંચો :   શેરબજારમાં નવા માર્જિન નિયમોથી રોકાણકારોમાં ગભરાટઃ માર્કેટને અસર કરવાની શક્યતા જાણો વિગતે.

આ સિવાય ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંકે પણ બચત ખાતા પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે વ્યાજ દરોમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. અગાઉ, બેંક 10 લાખ રૂપિયા સુધીના દૈનિક બેલેન્સ પર 4 ટકાના દરે વ્યાજ આપતી હતી, પરંતુ હવે ગ્રાહકોને 3.50 ટકાના દરે વ્યાજ નો લાભ મળશે. આ દરો શુક્રવાર, 29 એપ્રિલ, 2022 થી અમલમાં આવી ગયા છે. હવેથી ગ્રાહકોને બચત ખાતા પર પહેલા કરતા ઓછું વ્યાજ મળશે.

 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version