News Continuous Bureau | Mumbai
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની શક્યતાથી ડરેલા દેશવાસીઓ માટે થોડા રાહતના સમાચાર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે. .
બ્રેન્ટ ફ્યુચર પર ક્રૂડ ઓઈલની કિંમત 13 ટકા ઘટીને 111 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.
સાઉદી અરેબિયાએ ક્રૂડના ઉત્પાદનમાં સહાય કરવાની જાહેરાત કરતા ક્રૂડના ભાવમાં 14 વર્ષની ટોચેથી ઘટાડો જોવા મળ્યો છે.
જોકે, ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાના UAEના નિર્ણયથી ભારતને પણ ફાયદો થશે.
