ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી ગયા છે.
આજે ક્રૂડ ઓઈલની કિંમત છેલ્લા 9 વર્ષના રેકોર્ડ સ્તર પર આવી ગઈ છે.
ફેબ્રુઆરી 2013 પછી પહેલીવાર બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $118ના સ્તરે પહોંચી ગઇ છે.
સાથે જ WTI ક્રૂડની કિંમત 2.67 ટકા વધીને $113.6 પ્રતિ બેરલ થઈ ગઈ છે.
જોકે ભારતમાં હાલ ચૂંટણીનો માહોલ હોવાથી પેટ્રોલ તથા ડિઝલના ભાવ સરકારે જાળવી રાખ્યા છે
ઉલ્લેખનીય છે કે 2022માં ક્રૂડ ઓઈલના ભાવમાં 40 ટકાથી વધુનો વધારો થયો છે. છેલ્લા બે મહિનાથી ક્રૂડ ઓઈલની કિંમતો સતત વધી રહી છે.
