Site icon

BSE derivatives : બીએસઈ ડેરિવેટિવ્ઝનું ટર્નઓવર રિલોન્ચના ચોથા સપ્તાહમાં રૂ. 1,72,960 કરોડે પહોંચ્યું, પાછલા સપ્તાહ કરતાં 2.5 ગણું વધ્યું

BSE derivatives : કુલ ઓપન ઈન્ટરેસ્ટ રૂ. 12,650 કરોડના મૂલ્યના 2.02 લાખ કોન્ટ્રાક્ટની ટોચે પહોંચ્યું હતું

BSE derivatives turnover reached record High

BSE derivatives turnover reached record High

 News Continuous Bureau | Mumbai

BSE derivatives : એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સનું ટર્નઓવર તેની ચોથી સાપ્તાહિક એક્સપાયરી પર રૂ. 1,72,960 કરોડ (ઓપ્શન્સમાં રૂ. 1,72,917 કરોડ અને ફ્યુચર્સમાં રૂ. 43 કરોડ)ની પ્રભાવશાળી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જેની સરખામણીએ અગાઉના સપ્તાહનું એક્સપાયરી ટર્નઓવર રૂ. 69,422 કરોડ હતું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Mutual Fund : આ કંપનીએ મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં પ્રવેશ કર્યો, સાત ફંડ્સ સાથે મજબૂત શરૂઆત

આજે 6.34 લાખ સોદા દ્વારા કુલ 27.54 લાખ કોન્ટ્રાક્ટ્સ ટ્રેડ થયા હતા. એક્સપાયરી પહેલા કુલ ઓપન ઈન્ટરેસ્ટ રૂ. 12,650 કરોડના મૂલ્યના 2.02 લાખ કોન્ટ્રાક્ટની ટોચે પહોંચ્યું હતું.

પુનઃ લોંચ થયા પછી, ઓપન ઈન્ટરેસ્ટ સતત વધી રહ્યું છે, જે આ સેગમેન્ટમાં 170થી વધુ સભ્યો સાથે ભાગ લેતા બજારના સહભાગીઓ તરફથી સતત અને વધતા રસનો સંકેત આપે છે.

 

New Income Tax Rules 2026:૧ એપ્રિલથી આ મોટો ફેરફાર! LPG સિલિન્ડર, ATM અને PAN કાર્ડના બદલાયા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?
LPG Charges:ગ્રાહકો લૂંટાતા અટકાવવા સરકારનો મોટો નિર્ણય: હોટલોમાં વધારાના ચાર્જ વસૂલનારાઓ સામે થશે કડક કાર્યવાહી.
Gold and Silver Prices Skyrocket:બજારમાં તેજીનો કરંટ: સોના-ચાંદીના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; જાણો શું છે ભાવ વધારાનું કારણ અને લેટેસ્ટ માર્કેટ રેટ
Indian Stock Market Surges:બજારમાં તેજીનું વાવાઝોડું! ૧૦૪૦ પોઈન્ટના જમ્પ સાથે સેન્સેક્સની ગર્જના; રોકાણકારોમાં દિવાળી જેવો માહોલ.
Exit mobile version