Site icon

BSE Foundation Day: બીએસઈ ૧૪૯માં સ્થાપના દિનની ઉજવણી, નવા લોગોનું કર્યું અનાવરણ..

BSE Foundation Day: બીએસઈ આંતરરાષ્ટ્રીય કન્વેન્શન હોલ ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવો લોગો સમૃદ્ધિ, વાઈબ્રન્સ, વૃદ્ધિ અને નવી શરૂઆતની સાથોસાથ સતત વિશ્વાસ અને વધારાની જવાબદારીઓને પ્રદર્શિત કરે છે.

BSE Foundation Day: BSE celebrates 149th foundation day, unveils new logo

BSE Foundation Day: BSE celebrates 149th foundation day, unveils new logo

News Continuous Bureau | Mumbai
BSE Foundation Day: બીએસઈ, એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ(Stock exchange), તેની ૧૪૯માં સ્થાપના દિન(Foundation day) ની ઉજવણી કરે છે અને આવતા વર્ષે દોઢ સદી સુધી પહોંચવાના સીમાચિન્હ સમાન માઈલસ્ટોન સુધી પહોંચશે.

સ્થાપના દિવસની ઉજવણી આજે બીએસઈ આંતરરાષ્ટ્રીય કન્વેન્શન હોલ ખાતે યોજવામાં આવી હતી. ઉજવણીની શરૂઆત પારંપરિક ઘંટ વગાડીને કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે, ૧૫૦મા સ્થાપના દિનની પૂર્વોત્તર તૈયારી તરીકે, બીએસઈએ તેના નવા લોગોનું અનાવરણ કર્યું હતું. નવો લોગો સમૃદ્ધિ, વાઈબ્રન્સ, વૃદ્ધિ અને નવી શરૂઆતની સાથોસાથ સતત વિશ્વાસ અને વધારાની જવાબદારીઓને પ્રદર્શિત કરે છે. નવા લોગોની રજૂઆત શ્રી એસ.એસ. મુદ્રા, ચેરમેન – બીએસઈ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે બીએસઈ(BSE) અને આઈસીસીએલના બોર્ડ અને કમિટીના સભ્યો હાજર રહ્યા હતાં.

Join Our WhatsApp Community

શ્રી એસ.એસ.મુદ્રા, ચેરમેનએ બીએસઈના સંસ્થાપકો જેઓએ આવી મજબૂત સંસ્થાની સ્થાપનાના પાયા નાંખ્યા હતાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમને પૂર્વ અને હાલના સંચાલકો, ડાયરેકટર્સ, અગાઉના પદાધિકારીઓ અને બીએસઈના કર્મચારીઓનો ૧૫૦ વર્ષ સુઘી મશાલને પ્રજવલીત રાખવામાં મહત્વનો ફાળો આપવા બદલ યાદ કર્યાં હતાં. શ્રી મુંદ્રાએ જણાવ્યું હતું કે બીએસઈ (BSE) ચપળતા, નવીનતા, નવું શીખીને અને જાણીને સફર દિવસે ને દિવસે મજબૂત બનવવાનું ચાલુ રાખે છે

BSE Foundation Day: BSE celebrates 149th foundation day, unveils new logo

આ પ્રસંગ વિશે જણાવતા, શ્રી સુંદરરામન રામામૂર્તિ, એમડી અને સીઇઓ, ભારતીય મૂડી બજારની સાથે સહિતના બીએસઈ સાથેના મજબૂત એસોશિયેશનને યાદ કરતા કહે છે કે, લગભગ 150 વર્ષથી મૂડીના લોકશાહીકરણમાં, વાઇબ્રન્ટ સેકન્ડરી માર્કેટ વગેરેમાં કોર્પોરેટ દ્વારા ભંડોળ ઉભું કરવામાં બીએસઈએ મુખ્ય ભૂમિકા ભજવી છે.

આ સમાચાર પણ વાંચો: PMJAY : ગુજરાતમાં શરૂ થયો આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય : નાગરિકોને આજથી મળશે બમણું વીમા કવરેજ, આયુષ્માન કાર્ડ ધારકોને થશે ફાયદો..

શ્રી રામામૂર્તિએ પણ જણાવે છે કે, નવો લોગોએ વાઇબ્રન્સને પ્રતિબિંબિત કરે છે, જેમાં અમે રંગોનો ઉપયોગ અને પંચ ભૂત એટલે કે, પ્રકૃતિના પાંચ તત્વો આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વીની વચ્ચેના સંયોજન અને ફેલાવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ઘેરો બ્લૂ રંગ દરિયા અને આકાશને રજૂ કરે છે, જે જ્ઞાન, પ્રમાણિકતા અને વિશ્વાસનીયતા છે, જે 149 વર્ષોથી બીએસઇએ ઉભી કરી છે. ઘેરા લાલથી લઇને ઘેરો પિળો રંગ જે અગ્નિનો છે, તે પોતાની જાતને એક ચળકતા રંગમાં ફેરવે છે, જે આગામી વર્ષોમાં બીએસઈ દ્વારા તેના કર્મચારીઓની સાથે મળીને આગળ વધારતું સુંદર ભવિષ્ય છે. દિવો પણ એક ટોર્ચ છે, જે બીએસઈના કર્મચારીઓ પાસે છે, જેનાથી તેઓ સામે પ્રકાશમાં મૂડી બજારના આગળના વિકાસને દર્શાવે છે.

બીએસઇ(BSE)રોકાણકારો(Investors) ને માહિતગાર કરતી 4 નવી શોર્ટ ફિલ્મો પણ રજૂ કરી છે, જે દર્શાવે છે કે, રોકાણકારોની જાગૃતતા વધારવા માટે ફેરફારોની અપેક્ષા પણ રાખી શકાય છે.

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Gold Silver Rate Today: હવે ઘરેણું ખરીદવું સપનું બનશે? સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, ઈતિહાસના સૌથી ઉંચા સ્તરે પહોંચી કિંમતો; જાણો કેમ લાગી આ ‘આગ
BCCI: IPL ને મળ્યો નવો ‘AI પાર્ટનર’! Google ની Gemini કંપની સાથે BCCI એ કર્યા 270 કરોડના કરાર; દર વર્ષે તિજોરીમાં આવશે અધધ આટલા કરોડ
Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Exit mobile version