Site icon

BSEએ નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં ટિકર લોન્ચ કર્યું- ડ્રાયફ્રૂટ્સના વેપારીઓને થશે આ ફાયદો

News Continuous Bureau | Mumbai

બોમ્બે સ્ટોક એક્સચેન્જ(Bombay Stock Exchange) (BSE) એ બુધવારે નવી મુંબઈમાં(Navi Mumbai) એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી(Agricultural Produce Market Committee) (APMC) ખાતે ડ્રાય ફ્રૂટ્સ(Dry fruits) માટે ટિકર લોન્ચ(Ticker launch) કર્યું હતું. ટિકર કરન્સી ડેરિવેટિવ્ઝ(Ticker Currency Derivatives) દરો સાથે BSEના બદામ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના(futures contracts) લાઈવ ભાવોનું પ્રસારણ કરશે. આ પગલાથી ભાવની પારદર્શિતામાં(transparency) વધારો થશે અને બજારના સહભાગીઓને(market participants) અસરકારક નિર્ણય લેવામાં મદદ મળશે એવો દાવો કરવામાં આવ્યો છે.  

Join Our WhatsApp Community

ટિકર કરન્સી ડેરિવેટિવ્ઝ દરો સાથે BSEના બદામ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના લાઈવ ભાવોનું પ્રસારણ કરશે.

આ પ્રસંગે BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે(Chief Business Officer Sameer Patil) કહ્યું, “એપીએમસી માર્કેટ ખાતે ટિકર શરૂ કરાયાં એથી બજારના સહભાગીઓને કોઈ પણ સમયે બજારના એકંદર સેન્ટિમેન્ટને પારખવામાં  સહાય થશે. દિનપ્રતિદિન કોમોડિટી બજારમાં(commodity market) માહિતીની આવશ્યકતા વધી રહી છે ત્યારે કિંમતોના પ્રસારણનો ફિઝિકલ માર્કેટમાં સંદર્ભ દર તરીકે વાપરવામાં આવશે અને તેને પગલે વેપારીઓના કામકાજ પર સારી અસર થશે.”   

આ સમાચાર પણ વાંચો : શું ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમત વધશે- આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત અધધ આટલા ડોલરને પાર 

એપીએમસી માર્કેટના ડ્રાયફ્રૂટ્સ સાથે સંકળાયેલા વેપારીઓએ ટીકર શરૂ કરવા BSEનો આભાર માન્યો હતો અને આ પગલાને અભૂતપૂર્વ ગણાવ્યું હતું. આનાથી મોટા પાયે જાગૃતિ આવશે અને BSEમાં આલમન્ડ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટના(almond futures contracts) ટ્રેડિંગમાં(trading) વધુને વધુ વેપારીઓ સામેલ થશે એવી આશા વ્યક્ત કરી છે.

BSE એ જૂન 2020 માં વિશ્વનો એકમાત્ર બદામ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ હોવાનો દાવો કર્યો હતો.. તેને બજારના સહભાગીઓ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

તેને લોન્ચ કર્યા બાદથી બદામના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં 2.4 લાખ કિલોની ફીઝીકલ ડિલિવરી જોવા મળી છે, જેમાં 52,162 ટનનો વેપાર થયો છે, જે કુલ ₹18,659 મિલિયન છે.

 

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version