Site icon

3300GB ડેટા- 75 દિવસની વેલિડિટી- કિંમત માત્ર રૂ 275- આ કંપની આપી રહી છે જબરદસ્ત ઑફર

News Continuous Bureau | Mumbai

BSNL યુઝર્સને ઘણા પ્રકારના પ્લાન ઓફર કરે છે. આ કારણે યુઝર્સને અન્ય ટેલિકોમ ઓપરેટર્સ(Telecom operators) કરતા ઘણો વધારે ફાયદો મળે છે. થોડા સમય પહેલા કંપનીએ સ્વતંત્રતા દિવસની(Independence Day) ઓફર રજૂ કરી હતી. જેના કારણે યુઝર્સને ઘણો ફાયદો થાય છે.

Join Our WhatsApp Community

જોકે, ફક્ત BSNL બ્રોડબેન્ડ યુઝર્સ(Broadband users) જ આનો બેનિફિટ લઈ શકે છે. ઓફર હેઠળ તમે કંપનીનો રૂ. 599નો પ્લાન રૂ. 275માં લઇ શકો છો. જો કે, આ પ્લાન સાથે, યુઝર્સને 75 દિવસ પછી પ્લાનનો રેગ્યુલર ટેરિફ(regular tariff) ચૂકવવો પડશે.

BSNL બ્રોડબેન્ડ યુઝર્સને 3300GB હાઈ સ્પીડ ડેટા(High speed data)

આ પ્લાન સાથે BSNL બ્રોડબેન્ડ યુઝર્સને 3300GB હાઈ સ્પીડ ડેટા મળે છે. આ ડેટા 60Mbps હાઈ સ્પીડ સાથે આપવામાં આવે છે. આ પ્લાનમાં ડેટા ખતમ થયા બાદ સ્પીડ ઓછી થઈ જાય છે. એટલે કે, ડેટા સમાપ્ત થયા પછી, તમારી ઇન્ટરનેટ સ્પીડ(Internet speed) ઘટીને 2Mbps થઈ જશે.

આ સમાચાર પણ વાંચો :  માર્કેટમાં તેજી- સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન સાથે થયા બંધ- આ સેક્ટરના શેરે રોકાણકારોને કરાવ્યો મબલક ફાયદો

BSNLના આ બ્રોડબેન્ડ પ્લાન સાથે યુઝર્સને વધુ એક ફાયદો મળી રહ્યો છે. આનો બેનિફિટ લેનારા યુઝર્સ પાસેથી કંપની કોઈ ઈન્સ્ટોલેશન(Installation) ચાર્જ વસૂલતી નથી. આવી સ્થિતિમાં, જો તમારું બજેટ ઓછું છે અને તમે ઘર પર સસ્તું બ્રોડબેન્ડ સેવા મેળવવા માંગતા હો, તો તમે આ પ્લાન સાથે જઈ શકો છો.

તાજેતરમાં જ પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓએ(Private Telecom Companies) 5G સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ તમને ખૂબ જ ઝડપી ઇન્ટરનેટ સ્પીડ આપશે. જો કે શરૂઆતના તબક્કામાં આ સેવા માત્ર મેટ્રો શહેરોમાં(metro cities) જ આપવામાં આવશે.

આ પછી તેને અન્ય શહેરો અને ગામડાઓમાં રજૂ કરવામાં આવશે. હાલમાં, કંપની દ્વારા તેની કિંમત અથવા પ્લાન વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ, એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેના પ્લાન 4G પ્લાન કરતા મોંઘા હોઈ શકે છે. આપને જણાવી દઇએ કે હજુ 4g પ્લાન લાવવામાં કંપનીને થોડો સમય લાગી શકે છે.

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version