Site icon

100 રૂપિયાથી ઓછી કિંમતમાં અનલિમિટેડ કૉલિંગ, આ છે કંપનીના શાનદાર પ્લાન, જાણો વિગતો

100 રૂપિયાથી ઓછામાં અનલિમિટેડ કૉલ્સ ધરાવતો પ્લાન જોઈએ છે? તમને કોઈ પ્રાઇવેટ ટેલિકોમ ઓપરેટરના પોર્ટફોલિયોમાં ભાગ્યે જ કોઈ પ્લાન જોવા મળશે. પરંતુ BSNL હજુ પણ આ કિંમત પર ઘણા આકર્ષક પ્લાન ઓફર કરી રહી છે. અમે તમારા માટે આવી જ કેટલીક યોજનાઓની વિગતો લાવ્યા છીએ.

Digital strike 2.0 on China: Centre blocks over 200 apps with Chinese links

ચાલાક ડ્રેગન પર ફરી ડિજિટલ સ્ટ્રાઈક, ભારત સરકારે એક ઝાટકે આટલી ચીની મોબાઈલ એપ્સ પર મૂકી દીધો પ્રતિબંધ..

 News Continuous Bureau | Mumbai

જ્યાં પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થઈ રહ્યા છે. બીજી તરફ, BSNL હજુ પણ સસ્તા પ્લાન ઓફર કરી રહી છે. કંપનીના પોર્ટફોલિયોમાં આવા ઘણા પ્લાન્સ છે, જે ઓછી કિંમતે આકર્ષક બેનિફિટ સાથે આવે છે. જો કે, તમને BSNLના પ્લાન સાથે 4Gના ફિચર્સ અને સ્પિડ મળતા નથી, જે Jio, Airtel અને Viના પ્લાનમાં ઉપલબ્ધ છે.

Join Our WhatsApp Community

જો તમે સસ્તા પ્રીપેડ રિચાર્જ પ્લાન્સ શોધી રહ્યા છો, તો BSNL પાસે તેના પોર્ટફોલિયોમાં 14, 18 અને 20 દિવસની વેલિડીટી સાથે કેટલાક પ્લાન છે. આ પ્લાન્સમાં તમને ડેટા અને કોલિંગ બંને સુવિધા મળે છે. ચાલો જાણીએ BSNLના પ્લાનની વિગતો.

BSNLનો 87 રૂપિયાનો પ્લાન

BSNLના 87 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 14 દિવસની વેલિડિટી મળે છે. આમાં યુઝર્સને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ સાથે દરરોજ 1GB ડેટા પણ મળે છે.

FUP લિમિટ પૂર્ણ થયા પછી, યુઝર્સને 40Kbpsની ઝડપે ઇન્ટરનેટ મળવાનું ચાલુ રહેશે. એટલું જ નહીં, યુઝર્સને વધારાના બેનિફિટ પણ મળે છે. જોકે, આ રિચાર્જમાં યુઝર્સને કોઈ SMS લાભ નહીં મળે.

આ સમાચાર પણ વાંચો:  નીતિન ગડકરીની મોટી જાહેરાત: ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર, FASTag થી નહીં કપાય રૂપિયા

99 રૂપિયાનો રિચાર્જ પ્લાન

કંપની 18 દિવસની વેલિડિટી સાથેનો પ્લાન પણ ઓફર કરે છે. આ પ્લાનની કિંમત 99 રૂપિયા છે, જેમાં યુઝર્સને 18 દિવસ માટે કોલિંગ બેનિફિટ મળે છે. યુઝર્સ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલ કરી શકે છે. આ સિવાય યુઝર્સને આ પ્લાનમાં અન્ય કોઈ ફાયદો નથી મળતો.

118 રૂપિયાનું રિચાર્જ

BSNLના પોર્ટફોલિયોમાં 118 રૂપિયાનો પ્લાન પણ આવે છે. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 20 દિવસની વેલિડિટી મળે છે. આમાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને 0.5GB રોજનો ડેટા ઉપલબ્ધ છે. આમાં યુઝર્સને પર્સનલ રિંગ બેક ટ્યુન કરવાની ફિચર્સ મળે છે. આ પ્લાનમાં પણ યુઝર્સને SMSની સુવિધા મળતી નથી.

ભલે તમને આ રિચાર્જ પ્લાન્સ સાથે SMS ની સુવિધા મળતી નથી. પરંતુ જો તમે ઈચ્છો તો પોર્ટિંગનો મેસેજ મોકલી શકો છો. TRAI ના આદેશ પછી, યુઝર્સને પોર્ટિંગ માટે SMS મોકલવાની છૂટ છે.

આ સમાચાર પણ વાંચો:  90 હજારની એપલ વોચ અલ્ટ્રા જેવી જ લાગે છે આ સસ્તી સ્માર્ટવોચ, કિંમત જાણીને ચોંકી જશો

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version