News Continuous Bureau | Mumbai
BSNL-TATA Deal: દેશમાં ખાનગી ટેલિકોમ કંપનીઓ એરટેલ અને જિયોના રિચાર્જ પ્લાનમાં વધારો થયા બાદ લોકો હવે બીએસએનએલ તરફ વધુ આગળ વધવા લાગ્યા છે. એટલું જ નહીં, એરટેલ અને જિયો યૂઝર્સ ઝડપથી પોતાના મોબાઇલ નંબરને બીએસએનએલમાં પોર્ટ કરી રહ્યા છે.
આ વિશે સોશિયલ મીડિયા પર પણ ઘણા ટ્રેન્ડ ચલાવાઈ રહ્યા છે. સાથે જ એવા પણ સમાચાર છે કે ટાટા કંસલ્ટન્સી સર્વિસ ( Tata Consultancy Services ) અને બીએસએનએલ વચ્ચે 15 હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ છે.
BSNL-TATA Deal: દેશમાં 4G ઇન્ટરનેટ સર્વિસમાં જિયો અને એરટેલનો દબદબો યથાવત છે…
ટીસીએસ ( TCS ) અને બીએસએનએલ મળીને ભારતના 1000 ગામોમાં 4જી ઇન્ટરનેટ સેવા ( 4G internet service ) શરૂ કરશે, જે આગામી દિવસોમાં લોકોને ઝડપી ગતિએ ઇન્ટરનેટ સેવા પૂરી પાડશે.
હાલના સમયની વાત કરીએ તો 4G ઇન્ટરનેટ સર્વિસમાં જિયો અને એરટેલનો દબદબો યથાવત છે, પરંતુ જો બીએસએનએલ મજબૂત બનશે તો તે જિયો ( Jio ) અને એરટેલનું ( Airtel ) ટેન્શન વધારી શકે છે.
આ સમાચાર પણ વાંચો: Indian Railways: ભારતીય રેલવે એ મુસાફરોની સુવિધા માટે 46 ટ્રેનોમાં આટલા સામાન્ય વર્ગના કોચ લગાવવામાં આવ્યા છે
BSNL-TATA Deal: ટાટા ભારતના લગભગ ચાર પ્રદેશોમાં તેના ડેટા સેન્ટર બનાવી રહી છે…
ટાટા ભારતના લગભગ ચાર પ્રદેશોમાં તેના ડેટા સેન્ટર બનાવી રહી છે, જે ભારતના 4જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરશે. બીએસએનએલે દેશભરમાં 9000થી વધુ 4જી નેટવર્ક સ્થાપિત કર્યા છે, જેને હવે એક લાખ કરવાનો લક્ષ્યાંક છે.
નોંધનીય છે કે, જિયોએ ગયા મહિને જૂનમાં તેના રિચાર્જ પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. થોડા સમય બાદ એરટેલ અને VI એ પણ પોતાના પ્લાનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જ્યાં જિયો અને એરટેલની વધેલી કિંમતો 3 જુલાઇથી લાગુ થઇ ગઇ છે. તો વીઆઈના વધેલા ભાવ 4 જુલાઈથી લાગુ થઈ ગયા છે.
આમાં જિયોએ સૌથી વધારે ટેરિફ પ્લાનની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીએ એક સાથે 12થી 25 ટકા ભાવ વધારો કર્યો છે. એરટેલે 11થી 21 ટકા અને વીઆઇના ભાવમાં 10થી 21 ટકાનો વધારો કર્યો છે. જિયોને લઈને સૌથી વધુ ગુસ્સે ભરાયેલા લોકો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. આ કારણે લોકો હવે બીએસએનએલ તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે.