Site icon

કામનું / ફક્ત 1 રૂપિયામાં ખરીદો સોનું, જાણો સરળ રીત

News Continuous Bureau | Mumbai

આ દિવાળી અને ધનતેરસ પર તમારે સોનું ખરીદવા માટે હજારો રૂપિયાની જરૂર નથી. તમે માત્ર 1 રૂપિયામાં પણ સોનું ખરીદી શકો છો. આ વખતે દિવાળી પર તમે તમારા બજેટ પ્રમાણે સોનું ખરીદી શકો છો

Join Our WhatsApp Community

આ દિવાળી અને ધનતેરસ પર તમારે સોનું ખરીદવા માટે હજારો રૂપિયાની જરૂર નથી. તમે માત્ર 1 રૂપિયામાં પણ સોનું ખરીદી શકો છો. આ વખતે દિવાળી પર તમે તમારા બજેટ પ્રમાણે સોનું ખરીદી શકો છો. સોનાની કિંમત 50,000 હોય કે 48,000 પરંતુ તમે 1 રૂપિયાથી સોનું ખરીદવાનું શરૂ કરી શકો છો. ચાલો આપને જણાવીએ કે તમે આ સોનું કેવી રીતે ખરીદી શકો છો-

અમે જે સોના વિશે વાત કરી રહ્યા છીએ તે ડિજિટલ ગોલ્ડ (Digital Gold) છે. તમે વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ડિજિટલ સોનું ખરીદી શકો છો. લોકો પ્રાચીન સમયથી ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, પરંતુ હવે સોનું ચોરાઈ જવાના ડરથી લોકોએ તેને ડિજિટલ માધ્યમથી ખરીદવાનું શરૂ કર્યું છે.

જાણો ક્યાથી ખરીદી શકો છો સોનું ?

આજકાલ દરેક વ્યક્તિ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યો છે, તેથી તમે Paytm, Google Pay અને PhonePe જેવા મોબાઇલ વોલેટ દ્વારા સોનું ખરીદી શકો છો. તમને 1 રૂપિયામાં પણ 999.9 શુદ્ધ પ્રમાણિત સોનું મળશે.

તમારા ફોનથી ખરીદી શકો છો સોનું

ગૂગલ પે (Google Pay) પ્લેટફોર્મ પર ખરીદી કરવા માટે, તમારે લોગિન પછી નીચે સ્ક્રોલ કરવું પડશે અને ગોલ્ડ આઇકન પર ક્લિક કરવું પડશે. તેના પછી મેનેજ યોર મનીમાં બાય ગોલ્ડનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. અહીં તમે એક રૂપિયામાં પણ ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. તેના પર 3 ટકા GST પણ ચૂકવવો પડશે. જો તમે આ પ્લેટફોર્મ પર 5 રૂપિયાનું ડિજિટલ સોનું ખરીદો છો, તો તમને 0.9 મિલિગ્રામ ગોલ્ડ મળશે. ખરીદી ઉપરાંત સોનાને સેલ, ડિલિવરી અને ગિફ્ટનો વિકલ્પ પણ મળશે. જ્યારે તમારે સોનું વેચવું હોય ત્યારે તમારે સેલ બટન પર ક્લિક કરવું પડશે. ગિફ્ટ માટે ગિફ્ટ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

Paytm પર પણ ખરીદી શકો છો સોનું

તમે તમારા Paytm ના ઓપ્શન પર જાવો અને PaytmGold ના ઓપ્શન પર ક્લિક કરો. ફોન પે ગોલ્ડ પરથી ગોલ્ડ ખરીદવા માટે Mymoney પર ક્લિક કરવો. 

આ છે ખરીદવાની રીત
 

અહીં તમે એક રૂપિયામાં પણ ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. તેના પર 3 ટકા જીએસટી પણ ચુકવવાનું રહેશે

Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Exit mobile version