Site icon

Byju’s : બાયજુના CEOની મુશ્કેલીઓ વધી, કંપનીના ચાર રોકાણકારોએ હવ NCLTમાં કેસ દાખલ કરી , ગેરલાયક ઠેરવવાની કરી માંગ..

Byju’s : બાયજુના ચાર રોકાણકારોએ તેમની સામે NCLTમાં દમન અને ગેરવહીવટનો કેસ દાખલ કર્યો છે. આ સાથે તેણે બાયજુ રવીન્દ્રનને કંપની ચલાવવા માટે અયોગ્ય જાહેર કરવાની માંગ કરી છે.

Byju's CEO's troubles increase, four investors of the company have now filed a case in NCLT, seeking disqualification..

Byju's CEO's troubles increase, four investors of the company have now filed a case in NCLT, seeking disqualification..

News Continuous Bureau | Mumbai 

Byju’s : બાયજુના સ્થાપક રવિન્દ્રનની મુશ્કેલીઓનો કોઈ અંત નથી દેખાઈ રહ્યો. એક તરફ, આજે શેરધારકોના જૂથે રવિેન્દ્રન ( Byju Raveendran )  અને તેમના પરિવારના સભ્યોને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી હાંકી કાઢવા માટે EGM બોલાવી છે. તે જ સમયે Byju’s ના ચાર રોકાણકારોએ કંપનીના મેનેજમેન્ટ સામે ગેરવહીવટ અને દમનનો આરોપ લગાવતા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ ( NCLT ) માં કેસ દાખલ કર્યો છે. તેમણે કંપનીના સ્થાપક બાયજુ રવિન્દ્રનને કંપની ચલાવવાથી ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે બાયજુમાં ફોરેન્સિક ઓડિટ ( Forensic audit ) કરાવવું જોઈએ. આ સિવાય કંપનીમાં નવા બોર્ડની નિમણૂક કરવી જોઈએ અને રાઈટ્સ ઈશ્યુને રદબાતલ જાહેર કરવો જોઈએ.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે આજે, બાયજુમાં એક અસાધારણ સામાન્ય સભા ( EGM ) બોલાવવામાં આવી હતી અને કંપનીના સ્થાપક બાયજુ રવિન્દ્રન અને તેમના પરિવારના સભ્યોને કંપનીમાંથી હાંકી કાઢવાની ચર્ચા કરવામાં આવી હતી.

  બાયજુમાં ગંભીર નાણાકીય કટોકટી ( financial crisis ) ચાલી રહી છે..

મિડીયા રિપોર્ટ અનુસાર, રવિેન્દ્રન અને તેના પરિવારના સભ્યોને કંપનીમાંથી હાંકી કાઢવાની માગણી સાથે જે રોકાણકારોએ ( Investors ) EGM બોલાવી હતી તેઓ કંપનીમાં 30 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. રવિન્દ્રન, તેની પત્ની અને તેનો ભાઈ થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડમાં 26.3 ટકા હિસ્સો ધરાવે છે. થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ એ બાયજુની મૂળ કંપની છે.

આ સમાચાર પણ વાંચો : Farmer Protest: ખેડૂતોના આંદોલન વચ્ચે હરિયાણા સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે 14 પાક પર આપશે MSP.. જુઓ વિડીયો..

રિપોર્ટમાં વધુમાં જણાવ્યા મુજબ, કંપનીના ફાઉન્ડર અને સીઈઓ બાયજુ રવિન્દ્રન, તેમની પત્ની અને કો-ફાઉન્ડર દિવ્યા ગોકુલનાથ અને રવિન્દ્રનનો ભાઈ રિજુ રવિન્દ્રન આ EGMમાં સામેલ થયા ન હતા.

નોંધનીય છે કે, એક સમયે દેશનું સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ કહેવાતું બાયજુ હવે ગંભીર નાણાકીય મુશ્કેલીઓથી ઘેરાયેલું છે. બાયજુને નાણાકીય વર્ષ 2022માં 8245 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ પછી, બાયજુ ન માત્ર સૌથી મોટી ખોટ કરતી સ્ટાર્ટઅપ બની પરંતુ તે દેશની સૌથી વધુ ખોટ કરતી કંપનીઓમાંની એક બની ગઈ. ડેટા અનુસાર, બાયજુનું બજાર મૂલ્ય ઘટીને $1 બિલિયન થઈ ગયું છે, જે એપ્રિલ 2023માં અંદાજે $22 બિલિયન હતું.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version