Site icon News Continuous Bureau | Mumbai

Byjus vs BCCI row: સુપ્રીમ કોર્ટે બાયજુને આપ્યો મોટો ઝટકો, નાદારીની કાર્યવાહી રોકવાનો NCLATના નિર્ણયને લઈને આપ્યો ચુકાદો..

Byjus vs BCCI row: સુપ્રીમ કોર્ટે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) ના નિર્ણયને રદ કર્યો છે જેણે એડ-ટેક ફર્મ બાયજુ અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) વચ્ચે રૂ. 158 કરોડના કરારને મંજૂરી આપી હતી.

Byjus vs BCCI row Setback for Byju's as SC sets aside NCLAT order on Rs 158-crore settlement with BCCI

Byjus vs BCCI row Setback for Byju's as SC sets aside NCLAT order on Rs 158-crore settlement with BCCI

News Continuous Bureau | Mumbai

Byjus vs BCCI row: આર્થિક સંકટનો સામનો કરી રહેલી ટેક્નોલોજી આધારિત શિક્ષણ કંપની બાયજુસને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ACLATના આદેશને રદ કર્યો છે જેમાં તેણે ACLAT vs Byju’s અને BCCI વચ્ચે સેટલમેન્ટ ની મંજૂરી આપી હતી. અગાઉ, 14 ઓગસ્ટ, 2024 ના રોજ કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) ના આદેશ પર સ્ટે મૂક્યો હતો, જેને હવે સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે.

Join Our WhatsApp Channel

Byjus vs BCCI row: સેટલમેન્ટ પ્રક્રિયામાં ઘણી ખામીઓ

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું, બાયજુસ અને બીસીસીઆઈ વચ્ચે અપનાવવામાં આવેલી સેટલમેન્ટ પ્રક્રિયામાં ઘણી ખામીઓ છે. આ સેટલમેન્ટ નાદારી વ્યાવસાયિક પંકજ શ્રીવાસ્તવની મંજૂરી વિના થઈ છે, જેમની નિમણૂક NCLAT દ્વારા 16 જુલાઈના રોજ કંપનીની કામગીરી જોવા માટે કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાલની અપીલ સ્વીકારીને અમે ઓગસ્ટ 2024માં NCLAT દ્વારા આપવામાં આવેલા આદેશને રદ કરીએ છીએ. બાયજુસને લોન આપનાર અમેરિકન ધિરાણકર્તાઓના જૂથે NCLATના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

Byjus vs BCCI row: બીસીસીઆઈને 158 કરોડ રૂપિયા ચૂકવીને સ્પોન્સર ડીલ સંબંધિત વિવાદનું સેટલમેન્ટ કર્યું

ખંડપીઠે જણાવ્યું હતું કે અમેરિકન કંપની ગ્લાસ ટ્રસ્ટ કંપની એલએલસી, ધિરાણકર્તા હોવાને કારણે, એનસીએલટી, એનસીએલએટી અને સુપ્રીમ કોર્ટમાં કોર્પોરેટ નાદારીની કાર્યવાહી સંબંધિત કેસોમાં અસરગ્રસ્ત પક્ષ તરીકે હસ્તક્ષેપ કરવાનો અધિકાર ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો  : Israel-Hamas War: ઈઝરાયલનો બેરુંતમાં કર્યો મિસાઈલ એટેક, તાશના પત્તાની જેમ બિલ્ડિંગ થઇ ધરાશાયી; જુઓ વિડીયો..

જણાવી દઈએ કે બાયજુના ફાઉન્ડર બાયજુ રવીન્દ્રનના ભાઈ રિજુ રવીન્દ્રન, જે કંપનીના સૌથી મોટા શેરધારક છે, તેમણે બીસીસીઆઈને 158 કરોડ રૂપિયા ચૂકવીને સ્પોન્સર ડીલ સંબંધિત વિવાદનું સેટલમેન્ટ કર્યું હતું. બીસીસીઆઈએ નાદારી કાયદા હેઠળ બાયજસ વિરુદ્ધ કાર્યવાહી કરવા NCLATમાં અરજી કરી હતી. અમેરિકન ધિરાણકર્તા ગ્લાસ ટ્રસ્ટ કંપની, જેણે બાયજુસને લોન આપી હતી, તે બાયજુસ અને BCCI વચ્ચેના સેટલમેન્ટ નો વિરોધ કરી રહી હતી અને તેમના પૈસા પરત કરવાની માંગ કરી રહી હતી. અમેરિકન ધિરાણકર્તાઓએ બાયજુસને $1.2 બિલિયનની લોન આપી હતી.

Byjus vs BCCI row: સેટલમેન્ટમાં મળેલી રકમ જમા કરાવવાનો આદેશ 

દેશની સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને બાયજુસની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્નની કમિટી ઓફ ક્રેડિટર્સને વ્યાજ સાથે સેટલમેન્ટમાં મળેલી રકમ જમા કરાવવા કહ્યું છે. કોર્ટે લેણદારોના જૂથને આગળની કાર્યવાહી સુધી આ પૈસા એસ્ક્રો એકાઉન્ટમાં રાખવા કહ્યું છે અને NCLATની આગળની સૂચનાઓનું પાલન કરવાનું પણ કહ્યું છે.

SpiceJet Financial Crisis સ્પાઈસજેટ પર નાણાકીય સંકટના વાદળ ફ્લાઈટ્સ રદ થતાં એરલાઈન બંધ થવાની ચર્ચાએ જોર પકડ્યું
Reliance Satellite Network સ્ટારલિંકનો ખેલ બગાડવાની તૈયારી વર્ષ 2035 સુધીમાં 1,600 ઉપગ્રહો લોન્ચ કરવાનો પ્લાન
RBI Action Finance Companies એકસાથે 63 ફાઇનાન્સ કંપનીઓના લાઇસન્સ રદ, 49 NBFC ની નોંધણી રદ અને 14 સંસ્થાઓએ પરત કર્યા પરવાના
India Wholesale Inflation છૂટક બાદ હવે જથ્થાબંધ મોંઘવારીનો પણ મોટો ઝટકો ઓક્ટોબરમાં WPI મોંઘવારી દર વધીને 12.29 ટકા પર પહોંચ્યો
Exit mobile version