News Continuous Bureau | Mumbai
દેશમાં 5જી સ્પેક્ટ્રમની(5G Spectrum) હરાજી ચાલી રહી છે. ત્યારે હવે સરકારી માલિકીની(Government owned) ટેલિકોમ કંપની(telecom company) BSNLને ઉગારવા માટે મોદી સરકારે(Modi Govt) એક મહત્વનો નિર્ણય લીધો છે.
આજે કેન્દ્રીય કેબિનેટની(Central Cabinet) મળેલી બેઠકમાં સરકારે BSNLને ઉગારવા 1.64 lakh કરોડના પેકેજની મંજૂરી આપી દીધી છે.
ટેલિકોમ મંત્રી(Telecom Minister) અશ્વિની વૈષ્ણવે(Ashwini Vaishnav) કહ્યું કે સરકારે BBNL અને BSNLના મર્જરનો પણ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે સરકારી માલિકીની ટેલિકોમ કંપની BSNL સતત ખોટ ખાઈ રહી છે અને હાલમાં તે સંપૂર્ણપણે પડી ભાંગી છે અને તેથી હવે સરકારે તેની મોટી મદદ કરી છે.
આ સમાચાર પણ વાંચો : તૈયાર રહેજો-હજુ વધશે લોનના હપ્તા-RBI કરી શકે છે રેપો રેટમાં આટલા બેસિસ પોઈન્ટનો વધારો
