ઈ-કોમર્સ કંપનીઓને ટક્કર આપવા વેપારીઓ તૈયાર, વેપારમાં આવતી અડચણો દૂર કરવા ગ્રોમા અને CAITની બેઠક, વેપારીઓ ઓનલાઈન બિઝનેસ તરફ વળશે.

News Continuous Bureau | Mumbai

વિદેશી ઈ-કોમર્સ કંપનીઓને(Ecommerce Company) ટક્કર આપવા માટે મુંબઈ(Mumbaiસહિત દેશના વેપારીઓ(Traders) એકજુટ થઈ રહ્યા છે. તાજેતરમાં વેપારમાં રહેલી વિકટ પરિસ્થિતિમાં વેપારને લગતા મહત્વના મુદ્દે ધ ગ્રેન રાઈસ એન્ડ ઓઈલ સીડ્સ મર્ચન્ટ અસોસિયેશન(ગ્રોમા)(GROMA) અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT)ની નવી મુંબઈમાં વાશીના(Vashi) ગ્રોમા હાઉસમાં એક મહત્વની બેઠક થઈ હતી. 

આ બેઠકમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ(Food safety and standard ACT) મુજબ માલ ખરીદનાર વેપારી કે ગ્રાહક પાસેથી ફૂડ સેફ્ટી એક્ટના લાઈસન્સની(License) જવાબદારી માલ વેચનારા વેપારી પર નખાતા વેપારીઓને નડી રહેલી સમસ્યાઓ પર ચર્ચા થઈ હતી. આધુનિકતાને કારણ બજારમાં આવેલી મંદીને જોતા વેપારીઓ પણ ઓનલાઈન સિસ્ટમ અપનાવે અને તે માટે જૂન સુધી CAIT જૂન સુધીમાં એક ઓનલાઈન એપ(Online app) તૈયાર કરશે તે બાબતે વિચાર રજૂ કરાયો હતો.

આ સમાચાર પણ વાંચો : LIC ના IPO શેરની થશે ફાળવણી, તમને શેર મળ્યો કે નહીં? અહીં કરી શકાશે ચેક.. જાણો વિગતે.

મસ્જિદ બંદર-મુંબઈમાં બીપીટી અને શિપિંગ મિનિસ્ટ્રીના(Shipping ministry) નેજા હેઠળ આવતા ગોડાઉનના ભાડામાં(Warehouse rent) કરાયેલા ધરખમ ભાડાથી વેપારીઓને થઈ રહેલા નુકસાન બાબતે પણ ચર્ચા થઈ હતી. આ મુદ્દે હાઈકોર્ટમાં(Highcourt) પીટીશન કરીને રજૂઆત કરવામાં આવી હોવાની પણ ચર્ચા થઈ હતી.

આ તમામ મુદ્દાઓ પર યોગ્ય ચર્ચા કરીને તેનું નિરાકરણ વહેલી લાવવાની CAIT આશ્વાસન આપ્યું હોવાનું ગ્રોમાએ જણાવ્યું હતું.
 

Exit mobile version