Site icon

ગજબ કહેવાય! ઈ-કોમર્સ કંપની એમેઝોને ભારતમાં વકીલો પાછળ આટલા કરોડ રૂપિયાનો કર્યો ખર્ચ, CAIT કરી CBI પાસે તપાસની માગણી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર

વિદેશી ઈ-કોમર્સ કંપની એમેઝોને વર્ષ 2018-19 દરમિયાન ભારતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વકીલો પાછળ અધધ કહેવાતી 8,546 કરોડ રૂપિયા( 1.2અબજ)નો ખર્ચ કર્યો છે.  એમેઝોન ફ્યૂચર ગ્રુપ સાથે અધિગ્રહણને મુદ્દે કાયદાકીય લડાઈ લડી રહી છે. એ સાથે જ કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) પણ તેની તપાસ કરી રહ્યું છે. વેપારીઓના સંગઠન કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના દાવા મુજબ એમેઝોન પોતાની કુલ કમાણીના 20 ટકા આવક વકીલો પાછળ ખર્ચી રહ્યું છે. તેથી તેના કામ કરવાની પદ્ધતિ પર જ સવાલ થાય છે. CAITની ફરિયાદ મુજબ એમેઝોનના ભારતમાં રહેલા કાયદાકીય  પ્રતિનિધિઓના કથિત રીતે લાંચ આપવાના કેસ સામે આવ્યા છે. 

સપ્ટેમ્બરનો વરસાદ બન્યો વિલનઃ પિતૃપક્ષમાં જ શાકભાજીના ભાવ આસમાને; જાણો વિગત

એમેઝોન વકીલો પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. એટલે તે પૈસાના જોરનો દુરુપયોગ ભારતમાં કરી રહી હોવાનું જણાઈ રહ્યું હોવાની ફરિયાદ પણ CAIT દ્વારા કરવામાં આવી છે. તેથી આ કંપનીઓના અધિકારીઓની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ એવી માગણી પણ  CAIT દ્વારા કરવામાં આવી છે.

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version