Site icon

ઈ-કોમર્સ કંપની એમેઝોનની નિતી સામે વેપારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરી આ માંગણી.. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

ગુરુવાર.

દેશમાં વિદેશી કંપની અમેઝોન સહિત અન્ય ઈ-કોમર્સ કંપનીઓના ચાલી રહેલા ગેરવ્યહાર, ખોટી પોલિસી દ્વારા નાના વેપારીઓ નુકસાન કરવામાં આવી રહ્યું છે. તેની સામે છેલ્લા પાંચ વર્ષથી સરકારના જુદા જુદા ખાતાઓ  અને પ્રધાનોને પણ ફરિયાદ કરીને થાકેલા વેપારીઓએ હવે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શરણે ગયા છે. એમેઝોનની ભારતમાં ચાલી રહેલી ગેરરીતી સામે અમેરિકા સેનેટ અવાજ ઉઠાવી રહ્યા છે. પંરતુ બદનસીબે ભારત સરકાર અને અધિકારીઓ મૌન સેવીને બેઠા છે. તેથી આ મુદ્દા પર હવે વડા પ્રધાને સીધો હસ્તક્ષેપ કરવાની આવશ્યકતા હોવાનું કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAIT) કહ્યું છે. 

CAITના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે કહ્યું હતું કે વિદેશી કંપનીઓના ગેરવ્યહાર બાબતે છેલ્લા પાંચ વર્ષથી અમે ફરિયાદ કરી રહ્યા છે. પરંતુ વિદેશી કંપનીઓ સામે સરકાર, સાસંદો અને સરકારી અધિકારીઓનું મૌન રહસ્મયી છે. અમેરિકન કંપનીઓ દ્વારા રીતસરનો આ આર્થિક આંતકવાદ ફેલાવવામાં આવી રહ્યો છે. દેશના નાના વેપારીઓના ઉત્પાદનની નકલ કરીને તેઓ ઓછા ભાવે વેચી રહ્યા છે. આ રીતે નાના વેપારીઓના અસ્તિત્વ સામે વધુ જોખમ ઊભું થયું છે. તેથી હવે આ મુદ્દા પર વડાપ્રધાનનો હસ્તક્ષેપ આવશ્યક થઈ ગયો છે. તેથી CAIT દ્વારા વડાપ્રધાનને પત્ર લખીને તમામ ફરિયાદો ફરી કરવામાં આવી છે. 

મોટા સમાચાર :પિતા ચંકી પાંડે સાથે NCB ઓફિસ પહોંચી અનન્યા પાંડે, આ અંગે થશે પૂછપરછ

CAIT દિવાળી બાદ 15 નવેમ્બરથી દેશના તમામ રાજયોમાં આના વિરુદ્ધ પ્રદર્શન કરવાની છે. જેમાં તમામ રાજયોમાં ભારતમાં  વ્યાપાર ક્રાંતિ રથયાત્રા કાઢવાની છે. તેનો પ્રારંભ લખનૌથી કરવામાં આવશે. આ રથ તમામ જિલ્લાઓમાં ફરીને વેપારીઓ અને અન્ય લોકોને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વિદેશી ઈ-કોમર્સ કંપનીને મુદ્દે લોકોમાં અવેરનેસ લાવવાનું કામ કરશે.

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
Gold Silver Rate Today: હવે ઘરેણું ખરીદવું સપનું બનશે? સોના-ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો, ઈતિહાસના સૌથી ઉંચા સ્તરે પહોંચી કિંમતો; જાણો કેમ લાગી આ ‘આગ
BCCI: IPL ને મળ્યો નવો ‘AI પાર્ટનર’! Google ની Gemini કંપની સાથે BCCI એ કર્યા 270 કરોડના કરાર; દર વર્ષે તિજોરીમાં આવશે અધધ આટલા કરોડ
Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Exit mobile version