Site icon

Canada’s Tech Network: એક વર્ષમાં 15,000થી વધુ ભારતીય એન્જિનિયરો કેનેડા રહેવા આવી ગયા, હજુ હજારો વેઈટિંગમાં.. રિપોર્ટ

Canada’s Tech Network: ભારતમાં ટેકનોલોજી સેક્ટરમાં ઢગલાબંધ જોબ છે, પરંતુ કેનેડામાં સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીમાં ભારતીયો માટે વધારે તક છે. તેના કારણે દર મહિને હજારોની સંખ્યામાં ટેકનોલોજી એક્સપર્ટ્સ કેનેડા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોના આંકડા દર્શાવે છે કે કેનેડામાં વિદેશથી આવતા ટેક સ્પેશ્યાલિસ્ટોમાં 50 ટકાથી વધારે ભારતીયો હોય છે. ચાલુ વર્ષમાં આ રેકોર્ડ પણ તૂટી શકે છે.

Canada’s Tech Network: More than 15,000 Indian tech workers moved to Canada last year

Canada’s Tech Network: એક વર્ષમાં 15,000થી વધુ ભારતીય એન્જિનિયરો કેનેડા રહેવા આવી ગયા, હજુ હજારો વેઈટિંગમાં.. રિપોર્ટ

News Continuous Bureau | Mumbai 

Canada’s Tech Network: કેનેડા (Canada) ના ટેકનોલોજી સેક્ટર (Technology Sector) માં ભારતીયોની હાજરી વધતી જાય છે. છેલ્લા એક વર્ષમાં ભારતથી લગભગ 15,000થી વધુ ટેક્નોલોજી સ્પેશિયાલિસ્ટો કેનેડા ગયા છે અને કામ શરૂ કરી દીધું છે. ભારત ઉપરાંત બ્રાઝિલ અને નાઈજિરિયાથી પણ એન્જિનયરો કેનેડા ગયા છે. વિશ્વની ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રીમાં ભારતીયો અત્યારે મોટો હિસ્સો ધરાવે છે. એપ્રિલ 2022થી માર્ચ 2023 દરમિયાન હજારોની સંખ્યામાં ભારતીય એન્જિનિયરો કેનેડા મુવ થયા હતા તેમ કેનેડા ટેક નેટવર્કનો વાર્ષિક અહેવાલ દર્શાવે છે.

Join Our WhatsApp Community

ગયા વર્ષમાં કેનેડામાં 32,000થી વધારે ટેક્નોલોજી વર્કર્સ કામ કરવા આવ્યા હતા. જેમાં 15,000થી વધારે ભારતીયો હતા. અન્ય દેશોમાં આફ્રિકા અને લેટિન અમેરિકાના અમુક દેશ સામેલ છે. કેનેડાની ઈમિગ્રેશન ફ્રેન્ડલી નીતિના કારણે ભારતીયો અહીં આવી રહ્યા છે. આ ઉપરાંત લેબર કોસ્ટનો પણ ફાયદો મળે છે. ભારતમાં બેંગલુરુ, પૂણે અને હૈદરાબાદમાં પણ ઘણી મલ્ટિનેશનલ કંપનીઓ કામ કરી રહી છે જેમાં ટેક્નોલોજી સ્પેશિયાલિસ્ટોને સહેલાઈથી કામ મળી શકે છે. પરંતુ અલગ પ્રકારના જોબ વાતાવરણ અને નવું શીખવાના ઈરાદા સાથે ઘણા એક્સપર્ટ કેનેડાને પસંદ કરે છે.

તાજેતરમાં કેનેડાએ ટેકનોલોજી સેક્ટરના વર્કર્સને ઓપન વર્ક પરમિટ આપવાની શરૂઆત કરી છે. તેમાં ખાસ કરીને અમેરિકામાં કામ કરતા ભારતીયોને સારી તક મળી રહી હોવાથી તેઓ પણ કેનેડા જઈ રહ્યા છે. પગારની દૃષ્ટિએ તેમને અમેરિકામાં વધુ ફાયદો છે, છતાં બીજી ઘણી બાબતોમાં અમેરિકા કરતા કેનેડા ચઢિયાતું સાબિત થાય છે.

 

ઈમિગ્રેશન નીતિમાં રાહત આપી ત્યારથી ભારતીયો માટે તે ફેવરિટ દેશ બની ગયો 

2022માં પણ આવો એક અહેવાલ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે કેનેડામાં તે સમયે ચાર લાખથી વધારે સોફ્ટવેર ડેવલપર્સ કામ કરતા હતા અને કેનેડાના ઓછા જાણીતા શહેરોમાં પણ ટેકનોલોજી એક્સપર્ટ્સની સંખ્યા વધતી જતી હતી. લાબ્રાડોર, ન્યૂફાઉન્ડલેન્ડ જેવી જગ્યાઓ પર પણ સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.

કેનેડાએ તેની ઈમિગ્રેશન નીતિમાં રાહત આપી ત્યારથી ભારતીયો માટે તે ફેવરિટ દેશ બની ગયો છે. અમેરિકામાં સારી કંપનીઓમાં જોબ કરતા યુવાનો પણ યુએસ છોડીને કેનેડા શિફ્ટ થઈ રહ્યા છે. વિશ્વભરની ટેલેન્ટને આકર્ષવા માટે કેનેડાએ અમેરિકાના એચ-1બી વિઝા ધારકોને ઓપન વર્ક પરમિટ આપવાનું શરૂ કર્યું છે. અમેરિકામાં દર વર્ષે જે એચ-1બી વિઝા આપવામાં આવે છે તેમાં ભારતીયોનો હિસ્સો લગભગ 75 ટકા છે. કેનેડાની ટેકનોલોજી સેક્ટરની ઈકોસિસ્ટમ ઝડપથી આગળ વધી રહી છે જેના કારણે ભારતીય એન્જિનિયર્સ આ ઠંડા અને વિશાળ દેશને પસંદ કરવા લાગ્યા છે.

આ સમાચાર પણ વાંચો : NITI Ayog: મંગળ અને શુક્ર સહિત ભારતના ભાવિ અવકાશ મિશનમાં ખાનગી કંપનીઓ બનશે મુખ્ય ભાગીદાર.. નિતી આયોગ એ આપ્યું મોટું નિવેદન

કેનેડાની કુલ આવકમાં પણ ટેકનોલોજી સેક્ટરના હિસ્સામાં વધારો થયો છે. 2015થી 2020 વચ્ચે ટેક. સેક્ટરમાં કુલ રેવન્યુમાં 9.4 ટકાના દરે વધારો થયો હતો. મોટા ભાગના ટેક્નોલોજી એન્જિનયર્સ માઈક્રોસોફ્ટ, એમેઝોન વેબ સર્વિસ, જિરા, કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટમાં કામ કરે છે.

Gold Price Today: રોકાણકારો માલામાલ, ખરીદદારો બેહાલ! સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ; ૨૬ જાન્યુઆરીએ ચાંદીમાં પણ જોવા મળ્યો મોટો ઉછાળો
Petrol-Diesel Price Today:૨૬ જાન્યુઆરીએ પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું કે મોંઘું? પ્રજાસત્તાક પર્વે તેલ કંપનીઓએ જાહેર કર્યા નવા ભાવ; જાણો તમારા શહેરની સ્થિતિ
Gold Silver Rate Today: સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો: શું ભાવ ₹1.60 લાખે પહોંચશે? અમદાવાદ, સુરત અને મુંબઈના લેટેસ્ટ રેટ્સ પર એક નજર
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Exit mobile version