ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
26 માર્ચ 2021
એક તરફ કોરોના ને કારણે દેશમાં મંદી ચાલે છે ત્યારે બીજી તરફ automobile ક્ષેત્રમાં સતત તેજી આવી રહી છે. આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા અમુક મહિનાઓમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર નું મબલખ વેચાણ થયું છે. જેણે આગળ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
આ વેચાણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશની સૌથી વધુ કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ ત્રણથી પાંચ ટકા જેટલો પોતાના વાહનોની કિંમતમાં વધારો કર્યો છે. જાપાનની કંપની નિસાને પણ પોતાના કાર ની કિંમતમાં વધારો કર્યો છે. દેશની સૌથી સસ્તી એસયુવી કંપની રેનોલ્ટ Kiger એ પણ ગાડી ની કિંમત વધારી દીધી છે. તો હીરો કંપનીએ પણ પોતાના બાઇકની કિંમત અઢી હજાર જેટલી વધારી દીધી છે.
1 એપ્રિલ પછી જે કોઈપણ ગાડી કે બાઈક ખરીદવા જશે.તેને વધારા ની કિંમત ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
