News Continuous Bureau | Mumbai
CBIC : નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) એ 26 જૂન 2024 સુધીમાં હિતધારકો ( Stakeholders ) પાસેથી ‘સેન્ટ્રલ એક્સાઇઝ બિલ, 2024’ના ડ્રાફ્ટ પર સૂચનો મંગાવ્યા છે.
સીબીઆઇસીએ ‘સેન્ટ્રલ એક્સાઇઝ બિલ, 2024’નો ( Central Excise Bill 2024 ) ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. એક વખત આ ખરડો અમલી બન્યા બાદ સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ, 1944નું ( Central Excise Act 1944 ) સ્થાન લેશે. આ વિધેયકનો ઉદ્દેશ વ્યાપક આધુનિક કેન્દ્રીય આબકારી કાયદો ઘડવાનો છે, જેમાં વેપાર-વાણિજ્ય ( Trade commerce ) કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવા અને જૂની અને નિરર્થક જોગવાઈઓને રદ કરવા પર ભાર મૂકવામાં આવશે. વિધેયકમાં બાર પ્રકરણો, 114 (એકસો ચૌદ) વિભાગો અને બે અનુસૂચિનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો: Deepika padukone: ડિનર ડેટ બાદ હવે આ જગ્યા એ સ્પોટ થઇ દીપિકા પાદુકોણ, અભિનેત્રી ની તસવીર થઇ વાયરલ
પૂર્વ-કાયદાકીય પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે, ‘સેન્ટ્રલ એક્સાઇઝ બિલ, 2024’નો ડ્રાફ્ટ સીબીઆઇસીની વેબસાઇટ [https://www.cbic.gov.in] પર અપલોડ કરવામાં આવ્યો છે, જેથી 21 દિવસની અંદર નીચેના ફોર્મેટમાં હિતધારકો પાસેથી સૂચનો મંગાવવામાં આવે.
સૂચનો/ ટિપ્પણીઓ/ દેખાવો મોકલવા માટેનું ફોર્મેટ
| ક્રમ નં. | ડ્રાફ્ટ બિલની કલમ નં. | કલમનું શીર્ષક | સૂચિત ફેરફાર, જો કોઈ હોય તો | કારણો/ ટિપ્પણીઓ/ નોંધ |
ઉપરોક્ત ફોર્મેટમાં ખરડાના મુસદ્દા અંગેના સૂચનો/ટિપ્પણીઓ ઈ-મેઈલ cx.stwing[at]gov[dot]in પર ક્યાં તો MS વર્ડ (અથવા સુસંગત ફોર્મેટ) અથવા મશીન-વાંચી શકે તેવા પીડીએફ ફોર્મેટમાં મોકલી શકાય છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
