Site icon News Continuous Bureau | Mumbai

CBIC : સીબીઆઇસીએ આટલી તારીખ સુધીમાં હિતધારકો પાસેથી પૂર્વ-નિર્ધારિત ફોર્મેટમાં ‘સેન્ટ્રલ એક્સાઇઝ બિલ, 2024’ના ડ્રાફ્ટ પર સૂચનો મંગાવ્યા

CBIC : સીબીઆઇસીએ 26 જૂન, 2024 સુધીમાં હિતધારકો પાસેથી પૂર્વ-નિર્ધારિત ફોર્મેટમાં 'સેન્ટ્રલ એક્સાઇઝ બિલ, 2024'ના ડ્રાફ્ટ પર સૂચનો મંગાવ્યા

CBIC has invited suggestions from stakeholders on the draft 'Central Excise Bill, 2024' in a pre-defined format by June 26, 2024.

CBIC has invited suggestions from stakeholders on the draft 'Central Excise Bill, 2024' in a pre-defined format by June 26, 2024.

 News Continuous Bureau | Mumbai 

CBIC : નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) એ 26 જૂન 2024 સુધીમાં હિતધારકો ( Stakeholders ) પાસેથી ‘સેન્ટ્રલ એક્સાઇઝ બિલ, 2024’ના ડ્રાફ્ટ પર સૂચનો મંગાવ્યા છે. 

Join Our WhatsApp Channel

સીબીઆઇસીએ ‘સેન્ટ્રલ એક્સાઇઝ બિલ, 2024’નો ( Central Excise Bill 2024 ) ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. એક વખત આ ખરડો અમલી બન્યા બાદ સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ, 1944નું ( Central Excise Act 1944 ) સ્થાન લેશે. આ વિધેયકનો ઉદ્દેશ વ્યાપક આધુનિક કેન્દ્રીય આબકારી કાયદો ઘડવાનો છે, જેમાં વેપાર-વાણિજ્ય ( Trade commerce ) કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવા અને જૂની અને નિરર્થક જોગવાઈઓને રદ કરવા પર ભાર મૂકવામાં આવશે. વિધેયકમાં બાર પ્રકરણો, 114 (એકસો ચૌદ) વિભાગો અને બે અનુસૂચિનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો: Deepika padukone: ડિનર ડેટ બાદ હવે આ જગ્યા એ સ્પોટ થઇ દીપિકા પાદુકોણ, અભિનેત્રી ની તસવીર થઇ વાયરલ

પૂર્વ-કાયદાકીય પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે, ‘સેન્ટ્રલ એક્સાઇઝ બિલ, 2024’નો ડ્રાફ્ટ સીબીઆઇસીની વેબસાઇટ [https://www.cbic.gov.in] પર અપલોડ કરવામાં આવ્યો છે, જેથી 21 દિવસની અંદર નીચેના ફોર્મેટમાં હિતધારકો પાસેથી સૂચનો મંગાવવામાં આવે.

સૂચનો/ ટિપ્પણીઓ/ દેખાવો મોકલવા માટેનું ફોર્મેટ

ક્રમ નં. ડ્રાફ્ટ બિલની કલમ નં. કલમનું શીર્ષક સૂચિત ફેરફાર, જો કોઈ હોય તો કારણો/ ટિપ્પણીઓ/ નોંધ

 ઉપરોક્ત ફોર્મેટમાં ખરડાના મુસદ્દા અંગેના સૂચનો/ટિપ્પણીઓ ઈ-મેઈલ cx.stwing[at]gov[dot]in પર ક્યાં તો MS વર્ડ (અથવા સુસંગત ફોર્મેટ) અથવા મશીન-વાંચી શકે તેવા પીડીએફ ફોર્મેટમાં મોકલી શકાય છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

India UK FTA Whisky Tariff Cut ભારતબ્રિટન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની મોટી અસર, સ્કોચ વ્હિસ્કી પરની આયાત ડ્યુટી ૧૫૦% થી ઘટાડીને આટલી કરાઈ
Old Pension Scheme Return જૂની પેન્શન યોજનાની વાપસી પર સંસદમાં સરકારના જવાબે અટકળોનો અંત આણ્યો, ઓપીએસ પર સ્પષ્ટ નિવેદન આપ્યું
Stock Markets End Lower વૈશ્વિક દબાણ અને નફાવસૂલીથી ભારતીય શેરબજાર ડાઉન સેન્સેક્સમાં કડાકો, નિફ્ટી 23,800 ની આસપાસ બંધ; રોકાણકારોની સંપત્તિ ઘટી
Elon Musk Loss ટેસ્લાસ્પેસએક્સમાં કડાકો મસ્કને એક દિવસમાં 44.4 અબજ ડોલરનો ઝાટકો
Exit mobile version