Site icon

  CCI slaps Meta: ભારતમાં મેટાને મોટો ફટકો, 213 કરોડનો દંડ અને 5 વર્ષનો પ્રતિબંધ! જાણો શું છે સમગ્ર મામલો 

 CCI slaps Meta: CCIએ WhatsAppને પણ નિર્દેશ આપ્યો છે કે તે તેના પ્લેટફોર્મ પર એકત્ર કરવામાં આવેલ યુઝર ડેટાને અન્ય મેટા પ્રોડક્ટ્સ અથવા કંપનીઓ સાથે જાહેરાતના હેતુઓ માટે પાંચ વર્ષ સુધી શેર ન કરે. સીસીઆઈના આ આદેશને કારણે મેટા અથવા તો વોટ્સએપને મોટો ફટકો પડ્યો છે. એકલા WhatsAppના દેશમાં 500 મિલિયનથી વધુ માસિક સક્રિય વપરાશકર્તાઓ છે.  

CCI slaps Meta Meta hit with 213 crore penalty from CCI in relation to WhatsApp privacy policy

CCI slaps Meta Meta hit with 213 crore penalty from CCI in relation to WhatsApp privacy policy

  News Continuous Bureau | Mumbai 

 CCI slaps Meta:  કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ( Facebook ) અને વોટ્સએપ (Whatsapp) ની પેરેન્ટ કંપની મેટા ( Meta ) પર 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. CCI એ 2021 માં વોટ્સએપ ગોપનીયતા અપડેટના સંબંધમાં અયોગ્ય વ્યવસાય પ્રથાઓ અપનાવવા બદલ મેટા પર આ દંડ લાદ્યો છે. આ સાથે વોટ્સએપને અન્ય મેટા કંપનીઓ સાથે ડેટા શેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાલો તમને એ પણ જણાવીએ કે સીબીઆઈને આ આદેશ કેમ આપવો પડ્યો.

Join Our WhatsApp Community

CCI slaps Meta:આ પાવરનો દુરુપયોગ કર્યો

સીસીઆઈએ પોતાના આદેશમાં કહ્યું કે મેટાએ તેના વર્ચસ્વનો દુરુપયોગ કર્યો છે. આ ઉપરાંત આ દંડ વોટ્સએપની 2021 ગોપનીયતા નીતિ કેવી રીતે લાગુ કરવામાં આવી હતી, કેવી રીતે યુઝરનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો અને તેને મેટાની અન્ય કંપનીઓ સાથે કેવી રીતે શેર કરવામાં આવ્યો હતો તેનાથી પણ સંબંધિત છે.

CCI slaps Meta:વોટ્સએપ આ યુઝર્સનો ડેટા શેર કરી શકે નહીં 

ભારતના કોમ્પિટિશન કમિશને એમ પણ કહ્યું છે કે વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર એકત્ર કરવામાં આવેલ ભારતીય યુઝર ડેટાને જાહેરાતના હેતુઓ માટે અન્ય મેટા કંપનીઓ સાથે 5 વર્ષ સુધી શેર કરી શકશે નહીં. વોટ્સએપ માટે આ મોટો ફટકો છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે દેશમાં એકલા વોટ્સએપ પર 500 મિલિયનથી વધુ માસિક એક્ટિવ યુઝર્સ છે.

આ સમાચાર પણ વાંચો : Baba Siddiqui Murder case : નવો ખુલાસો… બાબા સિદ્દીકીનું મૃત્યુ થયું કે નહીં તેની પુષ્ટિ કરવા માટે શૂટર આ રીતે પહોંચ્યો હતો હોસ્પિટલ…

CCI slaps Meta:આ આરોપો મેટા પર લગાવવામાં આવ્યા છે

CCIએ તેની તપાસમાં નોંધ્યું છે કે વોટ્સએપ ની ‘ટેક-ઈટ-ઓર-લિવ-ઈટ’ પોલિસી અપડેટ વાજબી નથી. એટલે કે, આ નીતિએ તમામ વોટ્સએપ યુઝર્સને ડેટા એકત્રીકરણની શરતો સ્વીકારવા અને કોઈપણ નાપસંદ કર્યા વિના મેટા જૂથમાં ડેટા શેર કરવાની ફરજ પાડી. સીસીઆઈએ તેની તપાસમાં શોધી કાઢ્યું હતું કે મેટા દ્વારા લાવવામાં આવેલી આ નીતિ, જે અપડેટના સ્વરૂપમાં હતી, તે વપરાશકર્તાઓને તેનો અમલ કરવા દબાણ કરે છે અને તેમની સ્વાયત્તતા ઘટાડે છે. CCI અનુસાર, મેટા , વોટ્સએપ દ્વારા સેક્શન 4(2)(A)(i)નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, CCI એ માર્ચ 2021 માં વોટ્સએપ ની સુધારેલી ગોપનીયતા નીતિની તપાસ શરૂ કરી હતી, જેણે ડેટા સંગ્રહનો વ્યાપ વિસ્તાર્યો હતો અને મેટા અને તેના અન્ય ઉત્પાદનો સાથે ડેટા શેરિંગને પણ સરળ બનાવ્યું હતું. જ્યારે, 2016 સુધી, વપરાશકર્તાઓ પાસે તે નક્કી કરવાનો વિકલ્પ હતો કે તેઓ તેમનો ડેટા કોઈપણ કંપની સાથે શેર કરવા માંગે છે કે નહીં.

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version