News Continuous Bureau | Mumbai
Ceiling Fan Rules: આજના એરકન્ડિશનના જમાનામાં પણ દરેક ભારતીય ઘરની છતમાં પંખા ( Ceiling Fan ) લટકેલા જોવા મળે છે. હાલ ભલે શિયાળાની શરૂઆત થઇ ચુકી હોય, પરંતુ શિયાળો પૂર્ણ થયા બાદ ફરીથી સીલિંગ ફેનનું માર્કેટ તેજીથી આકાશ આંબશે. ત્યારે ફેબ્રુઆરી બાદ શરુ થતી ગરમીમાં ઠંડક મેળવવા માટે સીલિંગ ફેન એટલે કે પાંખો ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે અમે ખાસ સમાચાર લઈને આવ્યા છીએ.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ( Piyush Goyal ) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સીલિંગ ફેન ખરીદનારા ગ્રાહકોને ( customers ) ચેતવણી આપી છે. તેમણે ટ્વીટમાં કહ્યું છે કે, ફેબ્રુઆરી 2024થી નવા પંખા ( fan ) ખરીદતા પહેલાં તમારે કેટલીક બાબતો તપાસવી ખૂબ જ જરૂરી છે.
Ceiling Fan पर ISI मार्क होने से ऐसे मिलेगा उपभोक्ताओं को लाभ… pic.twitter.com/l45oRC4wzb
— Piyush Goyal (@PiyushGoyal) November 24, 2023
024 પછી વેચવામાં આવનાર તમામ સીલિંગ ફેન્સ પર BISનો લોગો હોવો ફરજિયાત..
કેન્દ્રીય ઉપભોક્તા મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વીટર) પર એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું છે કે, આગામી વર્ષથી સીલિંગ ફેન ખરીદતી વખતે ગ્રાહકોએ સાવચેતી રાખવી પડશે. પિયુષ ગોયલના જણાવ્યા અનુસાર, સીલિંગ ફેન સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને ગ્રાહક મંત્રાલયે ( Consumer Ministry ) ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને સુરક્ષા નિયમોને કડક બનાવ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ Bank Holiday in December 2023: ફટાફટ પતાવો બેંકના તમામ કામ, ડિસેમ્બરમાં 18 દિવસ રહેશે બેંક બંધ… આ રહી સુચી.. જુઓ અહીં..
ગ્રાહક મંત્રાલયે તમામ પંખા મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર જાહેર કર્યો છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2024 પછી વેચવામાં આવનાર તમામ સીલિંગ ફેન્સ પર બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)નો લોગો હોવો ફરજિયાત છે. BIS માર્ક વિનાના પંખાનું વેચાણ, સંગ્રહ અને આયાત કરી શકાશે નહીં.
મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, જો આ આદેશનું પાલન નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. આદેશ અનુસાર, પ્રથમ વખત નિયમનું ઉલ્લંઘન કરનારને 2 લાખ રૂપિયાનો દંડ અને 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત ફરીથી નિયમનો ભંગ કરનારને 5 લાખ રૂપિયા દંડ અથવા પ્રોડક્ટની કિંમત કરતા 10 ગણો દંડ વસૂલવામાં આવી શકે છે. સરકારના આ નિર્ણયથી નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વિકસાવવામાં મદદ મળશે અને ઉત્પાદનમાં વધારો થશે.
