Site icon

 કેન્દ્રના આ નિર્ણયથી કપડાં મોંઘાં થશે, નાના વેપારીઓનો કસ નીકળી જશે : CAITએ કર્યો દાવો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

કેન્દ્ર સરકાર ગુડ્સ સર્વિસ ટૅક્સ (GST) સિસ્ટમમાં ફેરફાર કરવા માગે છે. કાપડ ઉદ્યોગ પર રહેલા અમુક કર હટાવવા માગે છે, તેમ જ GST પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવાની છે. સરકારના આ નિર્ણયથી કપડાં તો મોંઘાં થશે, પરંતુ સાથોસાથ નાના વેપારીઓના કારોબારને પણ ભારોભાર અસર થશે. પહેલાંથી વેપારમાં મંદી છે, એમાં આ નિર્ણયથી વેપારીઓ આર્થિક રીતે પાયામાલ થઈ જશે એવો દાવો કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કર્યો છે.

હાલમાં જ GST પરિષદની એક બેઠક થઈ હતી, જેમાં સરકારે જાન્યુઆરી 2022થી કાપડ ઉદ્યોગ પર રહેલા અમુક કર હટાવવા બાબતે નિર્ણય લીધો છે. આ કર હટાવીને હાલ GST પાંચ ટકા છે, એને વધારીને 12 ટકા સુધી કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય સામે CAIT દેશભરના કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલાં સંગઠનો પાસેથી સૂચનો મગાવ્યાં હતાં. મોટા ભાગનાં સંગઠનોએ GSTમાં વધારો કરવા સામે નારાજગી વ્યક્ત કરીને પાંચ ટકા જ રાખવાની ભલામણ કરી હતી. જોકે વેપારી સંગઠનોએ અમુક કરવેરાને ચાલુ રાખવા માટે તૈયારી બતાવી  હોવાનું કહેવાય છે.

ખર્ચ થયા હજારો કરોડ અને સારા રહ્યાં માત્ર 18 ટકા બગીચા. જાણો મુંબઈ મહાનગર પાલીકા ના ભ્રષ્ટ કારભાર ની કહાણી

CAITના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરના કહેવા મુજબ કાપડ ઉદ્યોગમાં ચુકવણીનો સમય છ મહિનાથી વધુ હોય છે. ઉધારીનો સમય વધુ હોવાથી અમુક વખતે ખરીદદારોમાં ભાગેડુનું પ્રમાણ વધી જતું હોય છે. એવા કેસમાં વિક્રેતાનાં નાણાં ડૂબી જતાં હોય છે. એટલે જો અમુક કર રદ કરવામાં આવે તો વેપારીઓને આ નાણાં પોતાનાં ખિસ્સાંમાંથી ચૂકવવાનો વખત આવશે. એટલું જ નહીં, પણ GST કરવેરામાં પણ ફેરફાર કરવામાં આવ્યો તો કાપડ ઉદ્યોગને મોટા પાયા પર નુકસાન સહન કરવું પડી શકે છે. વણાટકામ ઉદ્યોગને પણ કરવેરામાં કોઈ ફેરફાર સ્વીકાર્ય નથી.

CAITના મહાનગર મહામંત્રી તુરણ જૈનના કહેવા મુજબ GST કરપ્રણાલીમાં ફેરફાર કર્યો તો કપડાં મોંઘાં થશે. નાના વેપારીઓના ધંધાને પણ માઠી અસર થશે. 

ભાઈ, ખરો પૈસો તો રોકડા માં વેચાતા કાંદા માંજ છે. નાશિક ના દરોડા માં કાંદાના વેપારી પાસેથી આટલા કરોડ રોકડા પકડાયા. જાણો વિગત

Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
Exit mobile version