Site icon

ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર આવશે પ્રતિબંધ, સંસદના શિયાળુ સત્રમાં રજૂ થઈ શકે છે બિલ; જાણો શું છે સરકારનો પ્લાન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 24 નવેમ્બર  2021 
બુધવાર.

સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી ચાલુ થઈ રહ્યું છે. તેમાં કુલ 26 બિલ સરકાર રજૂ કરવાની છે, તેમાં ક્રિપ્ટોકરન્સીને લગતું બિલ પણ રજૂ કરવામાં આવનાર છે. ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મૂકવો કે પછી તેના પર આકરા નિયમો લાગુ કરવા તેના પર શિયાળુ સત્રમાં ચર્ચા થશે. જોકે સરકારના આ પગલાને કારણે ક્રિપ્ટોના ભાવ ગગડી ગયા છે. હાલ ક્રિપ્ટોમાં સામાન્ય નાગરિકો પણ મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યા છે.
દેશમાં ક્રિપ્ટોકરન્સીમાં સામાન્ય લોકોનું રોકાણ કરવાનું પ્રમાણ વધી ગયું છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા, આરઆરએસની સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેની સામે ચિંતા વ્યક્ત કરી છે. ક્રિપ્ટોના વધતા પ્રભાવ વચ્ચે કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021 રજૂ કરવાની તૈયારીમાં છે. આ બિલ અંતર્ગત ભારતમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી શક્યતા છે. તેમ જ  આરબીઆઈ દ્વારા રજૂ કરાનારી ડિજિટલ કરન્સીને નિયંત્રિત કરવા માળખું ઘડવા દરખાસ્ત કરવામાં આવે એવી પણ શક્યતા છે. 

Join Our WhatsApp Community

જોકે  સરકાર ક્રિપ્ટોકરન્સીની ટેક્નોલોજી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે અમુક ખાનગી ક્રિપ્ટોકરન્સીને છૂટછાટ આપવા બાબતે વિચારધીન હોવાનું કહેવાય છે. વડાપ્રધાને ક્રિપ્ટોકરન્સીને લઈને થોડા દિવસ પહેલા અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક પણ કરી હોવાનું કહેવાય છે. દેશમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને રોકી શકાશે નહીં તેથી તેને નિયંત્રિત કરવા માટે નક્કર પગલા લેવાને મુદ્દે ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.

હવે એમેઝોન નો ઉપયોગ ઝેર મંગાવવા માટે થયો. ઇંદોર માં બની કમનસીબ ઘટના. જાણો વિગતે…

ક્રિપ્ટોકરન્સીમાં સામાન્ય નાગરિક પણ રોકાણ કરતો થયો છે. ક્રિપ્ટોકરન્સીને લઈને આવતી જાહેરખબરોનો મોટો મારો ચાલ્યો છે. લોકો આ જાહેરખબરના પ્રભાવમાં આવીને તેમાં રોકાણ કરી રહ્યા છે. ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રોકાણકારોને આકર્ષવા તેમને ગેરમાર્ગે દોરનારી જાહેરખબર સામે ચિંતા પણ વ્યક્ત કરી છે.

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version