Site icon

એર ઈન્ડિયા પછી હવે આ સરકારી ટેલિકોમ કંપનીઓને વેચી મારવાની કેન્દ્ર સરકારની યોજના? આટલા કરોડ રૂપિયાની માલમત્તા વેચી દેશે. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 22 નવેમ્બર  2021 
સોમવાર.

કેન્દ્રની મોદી સરકારે પૈસા જમા કરવા માટે સાર્વજનિક ક્ષેત્રની BSNL , MTNL આ બે ટેલિકોમ કંપનીઓની માલમત્તા વેચવાની યોજના બનાવી છે.  આ કંપનીઓની 970 કરોડ રૂપિયાની માલમત્તાની યાદી પ્રકાશિત કરવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેસમેન્ટ મેનેજમેન્ટ (DIPAM) વેબસાઇટ પર અપલોડ કરેલા દસ્તાવેજો મુજબ 970 કરોડ રૂપિયાની રિર્ઝવ કિંમત પર આ મિલકત વેચાણ માટે કાઢવામાં આવી છે. મુંબઈના ગોરેગામમાં આ માલમત્તા આવેલી છે.

Join Our WhatsApp Community

હૈદરાબાદ, ચંડીગઢ, ભાવનગર અને કોલકત્તામાં રહેલી BSNLની માલમત્તા લગભગ 660 કરોડ રૂપિયા તો MTNLની વસારી હિલ, ગોરેગામમાં છે, તેની કિંમત 310 કરોડ રૂપિયા છે. 

હવે મોબાઇલ રિચાર્જ કરવું પડશે મોંઘુ, આ ટેલિકોમ કંપનીએ પ્રિપેડ રિચાર્જ પ્લાનની કિંમતમાં કર્યો ધરખમ વધારો, જાણો હવે કેટલાનો થયો કયો પ્લાન

BSNLના અધ્યક્ષ અને મેનેજમેન્ટ ડાયરેકટરના કહેવા મુજબ BSNL અને MTNLની મિલકતમાંથી પૈસા ઊભા કરવાનું પહેલા તબક્કાનુ કામ ચાલી રહ્યું છે. આ બંને ટેલિકોમની માલમત્તાના વેચાણ માટે બોલી મગાવવામાં આવી હતી. એક દોઢ મહિનામાં પ્રક્રિયા પૂરી થશે.

Whirlpool India: બિગ બ્રેકિંગ! વ્હર્લપૂલ ઇન્ડિયાનું વેચાણ નિશ્ચિત, હવે આ ‘દિગ્ગજ કંપની’ના હાથમાં જશે કરોડોની કમાન!
Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Exit mobile version