News Continuous Bureau | Mumbai
Channels price Hike: જો તમે ટેલિવિઝન જોવાના શોખીન છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. તમારા ખિસ્સા પર બોજો વધવાનો છે. કારણ કે ભારતમાં ઘણા ટેલિવિઝન ચેનલ બ્રોડકાસ્ટરોએ તેમની ટીવી ચેનલોના ભાવમાં વધારો ( price Hike ) કર્યો છે, જેની અસર ગ્રાહકોના માસિક ટીવી બિલ ( TV Bill ) પર પડશે. એટલે કે નવા વર્ષમાં ટીવી જોવા માટે તમારે વધુ પૈસા ખર્ચવા પડશે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ દેશના ટોચના બ્રોડકાસ્ટર્સ ( broadcasters ) જેમ કે Zee Entertainment Enterprises, Sony Pictures Networks India અને Viacom18 જેવા બ્રોડકાસ્ટર્સે તેમની ટીવી ચેનલ બૂકેટ્સની ( TV Channel Bouquets ) કિંમતોમાં વધારો કર્યો છે. આ જાહેરાત બાદ હવે ગ્રાહકોને તેમની મનપસંદ ચેનલ જોવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.
બ્રોડકાસ્ટર્સે દરોમાં કેટલો વધારો કર્યો?
મીડિયા રિપોર્ટ મુજબ વાયકોમ 18 અને નેટવર્ક 18ની ડિસ્ટ્રિબ્યુશન આર્મે તેની ચેનલોના દરોમાં 20 થી 25 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. જ્યારે ઝી એન્ટરટેઈનમેન્ટે ચેનલોના રેટમાં 9 થી 10 ટકાનો વધારો કર્યો છે. દરમિયાન સોનીએ ચેનલના દરમાં 9 થી 10 ટકાનો વધારો કર્યો છે. જ્યારે ડિઝની સ્ટારે હજુ સુધી વધારાની માહિતી આપી નથી.
નવા દરો ક્યારે અમલમાં આવશે?
બ્રોડકાસ્ટર્સે સ્પષ્ટ કર્યું છે કે વધેલા દરો 1 ફેબ્રુઆરી, 2024થી અમલમાં આવશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે ટ્રાઈના ( TRAI ) નિયમો અનુસાર, બ્રોડકાસ્ટર્સ તેમની જાહેરાતના 30 દિવસ પછી જ નવા દરો લાગુ કરી શકે છે. આવી સ્થિતિમાં, ટ્રાઇ ગ્રાહકોના હિતમાં દરોને યોગ્ય રીતે મોનિટર કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : T20 World Cup 2024 schedule: T20 વર્લ્ડકપ-2024ના શેડ્યૂલની થઇ જાહેરાત, આ તારીખે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર.. જુઓ સંપૂર્ણ શેડ્યૂલ
શા માટે ટેરિફમાં વધારો કરવામાં આવ્યો?
ઉલ્લેખનીય છે કે 2024 એ ચૂંટણીનું વર્ષ છે. આવી સ્થિતિમાં ટ્રાઈ ટીવી ચેનલોના રેટ વધારીને સામાન્ય લોકોને નારાજ કરવા નથી માંગતી. Viacom 18 એ તેની ચેનલના દરોમાં સૌથી વધુ વધારો કર્યો છે કારણ કે આ વર્ષે કંપનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ડિજિટલ રાઈટ્સ, BCCI મીડિયા રાઈટ્સ, ક્રિકેટ સાઉથ આફ્રિકા મીડિયા રાઈટ્સ અને ઓલિમ્પિક્સ 2024 જેવા ઘણા મોટા પ્રોગ્રામના રાઇટ્સ ખરીદ્યા છે. કંપનીએ આ માટે 34,000 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું છે. કંપની ચેનલોના રેટ વધારીને આ રકમની ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય ડિઝનીએ આ વર્ષના ICCના રાઇટ્સ મેળવ્યા છે. આવી સ્થિતિમાં, કંપની વધેલા દર દ્વારા તેની રકમની ભરપાઈ કરવા માંગે છે.