Site icon

કેમિકલ સેક્ટર 70 અબજ ડોલર પર પહોંચતા જ તેનાથી અપ્રત્યક્ષ રીતે 1 કરોડ રોજગારીનું સર્જન થશે જે અત્યારે 10 લાખ છે

તામિલનાડુ સરકારે તુતિકોરિન અને કુડ્ડાલોર જીલ્લામાં કેટલાક કેમિકલ પ્રોજેક્ટ્સમાં રોકાણ આકર્ષિત કરવામાં સફળતા મેળવી છે. આ એ પ્રકારનું રોકાણ છે જેની મારફતે અર્થતંત્રને વેગ મળશે. થિરુમલાઇ કેમિકલ્સ લિમિટેડના અધ્યક્ષ અને કેમિકલ ઇન્ડસ્ટ્રી એસોસિએશન સેક્રેટરી એસ વેંકટરાઘવને જણાવ્યું કે 70 અબજ ડોલરના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ઇન્ડસ્ટ્રીએ 10 ગણી વધવાની જરૂર છે.

SIPCOT to set up 11 new industrial parks in TN, to create over 2 lakh jobs

કેમિકલ સેક્ટર 70 અબજ ડોલર પર પહોંચતા જ તેનાથી અપ્રત્યક્ષ રીતે 1 કરોડ રોજગારીનું સર્જન થશે જે અત્યારે 10 લાખ છે

કેમિકલ ઇન્ડસ્ટ્રી 70 અબજ ડોલરને આબે તેવી શક્યતા છે. જે અત્યારે તેના કદ કરતાં 10 ગણી વધુ ઝડપે વધી રહી છે. જે તામિલનાડુ સરકારના વર્ષ 2030 સુધીમાં $1 ટ્રિલિયનના અર્થતંત્રના લક્ષ્યાંકને પૂરું કરવામાં મદદરૂપ બનશે. કેમિકલ સેક્ટર 70 અબજ ડોલર પર પહોંચતા જ તેનાથી અપ્રત્યક્ષ રીતે 1 કરોડ રોજગારીનું સર્જન થશે જે અત્યારે 10 લાખ છે. ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલના અધ્યક્ષ રામયા ભરતરામે જણાવ્યું હતું કે તામિલનાડુ સરકારના 1 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીના લક્ષ્યાંક સાથે કેમિકલ ઇન્ડસ્ટ્રી વર્ષ 2030 સુધીમાં 70 અબજ ડોલરને આંબી શકે છે જેને કારણે તે એક મહત્વપૂર્ણ સેક્ટર બની રહેશે.

આ લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માટે રોકાણ, પર્યાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોર્ટ્સની સ્થાપના, ઇઝ ઑફ ડુઈંગ બિઝનેસ જેવી મહત્વપૂર્ણ જરૂરિયાતો છે જેને પહોંચી વળવા માટે સરકારની મદદની આવશ્યકતા છે. તામિલનાડુ સરકારે તુતિકોરિન અને કુડ્ડાલોર જીલ્લામાં કેટલાક કેમિકલ પ્રોજેક્ટ્સમાં રોકાણ આકર્ષિત કરવામાં સફળતા મેળવી છે. આ એ પ્રકારનું રોકાણ છે જેની મારફતે અર્થતંત્રને વેગ મળશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  બાર વર્ષનો વનવાસ પૂરો થયો, આ ખેલાડી ભારતીય ક્રિકેટ ટીમમાં 12 વર્ષ પછી સ્થાન પામશે.

થિરુમલાઇ કેમિકલ્સ લિમિટેડના અધ્યક્ષ અને કેમિકલ ઇન્ડસ્ટ્રી એસોસિએશન સેક્રેટરી એસ વેંકટરાઘવને જણાવ્યું કે 70 અબજ ડોલરના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ઇન્ડસ્ટ્રીએ 10 ગણી વધવાની જરૂર છે. અત્યારે સ્થાનિક કેમિકલ ઉદ્યોગ 200 અબજ ડોલરનો છે અને ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલે 1,000 અબજ ડોલરના માર્કેટનું લક્ષ્ય નક્કી કર્યું છે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી તેમજ જરૂરી પરવાનગીની બાબતે વધુ સુધારાના પ્રયાસ કરવાની જરૂર છે.

અત્યારે પર્યાવરણીય મંજૂરી મેળવવા માટે લગભગ 6 મહિના જેટલો સમય લાગે છે. જો કે આ સમયગાળો અગાઉના 2 વર્ષના સમયાગળા કરતાં સારો છે. કેમિકલ ઉદ્યોગના ઝડપી વિસ્તરણ માટે માત્ર ત્રણ મહિનામાં પર્યાવરણીય મંજૂરી મળે તે જરૂરી છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીનું ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ એવા દરેક સેક્ટરમાં યોગદાન ધરાવે છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ખર્ચાયેલા દરેક ડોલરથી અર્થતંત્રની વૃદ્ધિને 4 ટકા જેટલો વેગ મળે છે.

આ સમાચાર પણ વાંચો:  Viral Video : બ્રેક ફેલ થતાં એક ટ્રક ખંડાલા ઘાટના ઢોળાવ પરથી નીચે ઉતરી ગયો,  જુઓ દિલધડક વિડીયો.

Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Exit mobile version