Site icon

India China Trade Policy 2026: ચીની કંપનીઓ માટે ભારત ફરી ખોલશે દરવાજા? કડક નિયમોમાં છૂટછાટ આપવાની હિલચાલ તેજ

ટ્રમ્પની આક્રમક વેપાર નીતિ અને ભારત-ચીન વચ્ચેના સુધરતા સંબંધોની અસર; વીજળી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને વેગ આપવા પાબંદીઓ હટાવવાની વિચારણા.

India China Trade Policy 2026 ચીની કંપનીઓ માટે ભારત

India China Trade Policy 2026 ચીની કંપનીઓ માટે ભારત

News Continuous Bureau | Mumbai

India China Trade Policy 2026  વર્ષ 2020 માં ગલવાન ઘાટીની હિંસક અથડામણ બાદ ભારત સરકારે ચીની કંપનીઓ પર જે આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા, તે હવે હળવા થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નાણા મંત્રાલય તે નિયમોને નાબૂદ કરવાની તૈયારી કરી રહ્યું છે જેના હેઠળ ચીની કંપનીઓએ સરકારી પ્રોજેક્ટ્સની બોલી (Bidding) લગાવવા માટે કડક સુરક્ષા તપાસ અને રજીસ્ટ્રેશનમાંથી પસાર થવું પડતું હતું.

Join Our WhatsApp Community

પ્રતિબંધો હટાવવાનું કારણ શું?

રિપોર્ટ્સ અનુસાર, ચીની કંપનીઓ પરના પ્રતિબંધોને કારણે ભારતના ઘણા મહત્વના સરકારી પ્રોજેક્ટ્સ લટકી પડ્યા છે. ખાસ કરીને વીજ ઉત્પાદન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જરૂરી મશીનરી અને સામાન માટે ભારત હજુ પણ ચીન પર નિર્ભર છે. અનેક સરકારી વિભાગોએ ફરિયાદ કરી છે કે ચીનથી સામાન ન આવવાને કારણે પ્રોજેક્ટની કામગીરી ધીમી પડી છે. પૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિએ પણ આ પ્રતિબંધોમાં ઢીલ આપવાની ભલામણ કરી છે.

ટ્રમ્પ ફેક્ટર અને વૈશ્વિક દબાણ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સામાન પર 50% ટેરિફ ઝીંકી દીધો છે અને અમેરિકાની પાકિસ્તાન સાથેની વધતી નિકટતાએ ભારતને પોતાની રણનીતિ બદલવા મજબૂર કર્યું છે. ગયા વર્ષે વડાપ્રધાન મોદીની ચીન મુલાકાત બાદ બંને દેશો વચ્ચે સીધી વિમાન સેવાઓ ફરી શરૂ થઈ છે અને ચીની પ્રોફેશનલ્સ માટે વિઝા પ્રક્રિયા પણ સરળ બનાવવામાં આવી છે.

અબજો ડોલરના કોન્ટ્રાક્ટ્સ પર અસર

2020 ના પ્રતિબંધોને કારણે ચીની કંપનીઓ અંદાજે 700-750 અબજ ડોલર ના ભારતીય સરકારી કોન્ટ્રાક્ટ્સની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ઉદાહરણ તરીકે, ચીની કંપની CRRC ને ₹1800 કરોડના કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવી હતી. હવે જો આ નિયમો હટાવવામાં આવશે, તો ચીની કંપનીઓ ફરીથી ભારતીય રેલવે, પાવર ગ્રીડ અને રોડ પ્રોજેક્ટ્સમાં બોલી લગાવી શકશે.

આ સમાચાર પણ વાંચો : BMC Budget: કેટલું મોટું છે BMCનું બજેટ અને કમાણી ક્યાંથી થાય છે? જાણો દેશની સૌથી ધનિક નગરપાલિકાના ખર્ચ અને આવકનું આખું ગણિત

સુરક્ષા અંગે ભારત હજુ પણ સતર્ક

જોકે સરકાર સરકારી કોન્ટ્રાક્ટ્સમાં ઢીલ આપવાનું વિચારી રહી છે, પરંતુ ચીનથી આવતા સીધા વિદેશી રોકાણ (FDI) પરના કડક પ્રતિબંધો હજુ પણ યથાવત છે. ભારત સરકાર આર્થિક જરૂરિયાતો અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવા માંગે છે. આ બાબતે અંતિમ નિર્ણય વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા લેવામાં આવશે.

Reliance Industries: રિલાયન્સનો મેગા પ્લાન: મુકેશ અંબાણી હવે વેનેઝુએલાના તેલથી ભરશે તિજોરી, જાણો ભારતને શું થશે ફાયદો
Gold Price: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: આજે સોનું ₹750 અને ચાંદી ₹1700 થી વધુ સસ્તી થઈ, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
Gold Price: સોનું ખરીદવાની સુવર્ણ તક! MCX પર કિંમતોમાં મોટો કડાકો, જાણો મુંબઈ-અમદાવાદમાં કેટલું સસ્તું થયું સોનું-ચાંદી.
Gold Price: આજના સોના-ચાંદીના ભાવ: ઝવેરી બજારમાં તેજીનો કરંટ, જાણો આજે કેટલું મોંઘું થયું સોનું અને ચાંદી
Exit mobile version