Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ઘર ખરીદવા થઈ જાવ તૈયાર. સિડકો 60000 ઘરની લોટરી કાઢવાનું છે. અહીં વાંચો અગત્યની માહિતી…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 ડિસેમ્બર 2020

નવી મુંબઈમાં રહેતા એકદમ સામાન્ય, નિમ્ન મધ્યમ વર્ગનું ઘરનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. સિડકો નવા વર્ષમાં 60,000 ઘરોની લોટરી કરવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 'હાઉસિંગ ફોર ઓલ' ના હેતુથી નવી મુંબઈના વિવિધ પરામાં સિડકો દ્વારા આશરે એક લાખ મકાનો બનાવવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

પ્રથમ તબક્કામાં 60000 મકાનોને એક સાથે છુટા કરવામાં આવશે. જે તળોજા, કલંબોલી, ઘનસોલી અને દ્રોણગિરીમાં રહેશે. જ્યારે આશરે 15,000 મકાનોનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે, એમ સિડકોના મેનેજિંગ ડિરેક્ટર સંજય મુખર્જીએ આજે જણાવ્યું હતું. 

ભાજપ સરકાર દરમિયાન તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે 'વડા પ્રધાન આવાસ યોજના' હેઠળ 'સિડકો' મારફત એમએમઆર વિસ્તારમાં બે લાખથી વધુ મકાનો બનાવવાનો નિર્ણય લીધો હતો. આ માટે, સિડકો મંજૂરી લઈ આરક્ષિત પાર્કિંગની જગ્યાએ ઊંચા ટાવરો ઉભા કરી રહ્યુ છે, જે સામાન્ય નાગરિકનું સ્વપ્ન પૂરું કરશે. 

સિડકો દ્વારા અમલમાં મુકાયેલાં હાઉસિંગ પ્રોજેક્ટના સફળ ગ્રાહકોને માર્ચ 2021 સુધીમાં ઘરોનો સીધો કબજો મળશે, એમ પણ સિડકોના મેનેજિંગ ડિરેક્ટર ડો. સંજય મુખર્જીએ સમજાવ્યું.

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version