ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે આજે ભારતીય શેરબજારમાં કડકભૂસ થયુ છે.
આજે કારોબારના અંતે સેન્સેક્સ 2788 પોઈન્ટ ઘટીને 54,445 પર અને નિફ્ટી 842 પોઈન્ટના ઘટાડા સાથે 16,218 પોઈન્ટ પર બંધ થયો છે.
23 માર્ચ 2020 પછી બજારમાં પોઈન્ટની દ્રષ્ટિએ આ સૌથી મોટો ઘટાડો છે.
બેન્કિંગ સેક્ટરથી લઈને મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે.
સેન્સેક્સના 30 અને નિફ્ટીના તમામ 50 શેર લાલ નિશાનમાં બંધ થયા છે.
આજના ઘટાડામાં રોકાણકારોની 9 લાખ કરોડથી વધુની સંપત્તિનો નાશ થયો હતો.
ઉલેખનીય છે કે આજે સેન્સેક્સે 1850 પોઈન્ટના જંગી ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી હતી.
