News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજારમાં(Indian share market) ઘટાડાનો સિલસિલો યથાવત છે.
આજે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે.
સેન્સેક્સ(Sensex) 703.59 પોઈન્ટ તૂટીને 56,463.15ના સ્તર પર અને નિફ્ટી(Nifty) 215 પોઈન્ટના ઘટાડા સાથે 16,958.65ના સ્તર પર બંધ થયો છે.
BSE મિડકેપ અને સ્મોલકેપમાં પણ એક ટકાનો ઘટાડો છે. આઇટી, એનર્જી, રિયલ્ટી અને એફએમસીજી(FMGC) તમામના શેર બે ટકા તૂટ્યા હતા.
આજે 1111 કંપનીઓના શેર વધ્યા છે જ્યારે 2216 શેર ઘટ્યા છે. 118 કંપનીઓના શેર યથાવત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : દાઝ્યા પર ડામ.. દેશની આ સૌથી મોટી બેંકે વ્યાજદરમાં કર્યો વધારો, લોન લેવી થઈ જશે મોંઘી
