Site icon

Closing Bell: ડિસેમ્બરના પ્રથમ દિવસે શેરબજારમાં શાનદાર તેજી, નવી ઊંચાઈએ પહોંચ્યો નિફ્ટી, રોકાણકારોને ચાંદી જ ચાંદી..

Closing Bell: BSE સેન્સેક્સ 493 પોઈન્ટના ઉછાળા સાથે 67481ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 134 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 20,268ના સ્તરે બંધ થયો હતો.

Closing Bell Nifty hits record high, Sensex gains 500 points

Closing Bell Nifty hits record high, Sensex gains 500 points

News Continuous Bureau | Mumbai

Closing Bell: સારા વૈશ્વિક સંકેતોને કારણે ડિસેમ્બરના પ્રથમ દિવસે બજારમાં ( Share Market ) રેકોર્ડબ્રેક ઉછાળો જોવા મળ્યો છે. 5 રાજ્યોમાં ચૂંટણીના પરિણામો પહેલા ડિસેમ્બર સિરીઝની શેરબજારમાં શાનદાર શરૂઆત થઈ અને નિફ્ટી ( Nifty ) નવા શિખરે બંધ થયો. મિડકેપ-સ્મોલકેપ ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. શુક્રવારે ટ્રેડિંગના ( trading ) અંતે, BSE સેન્સેક્સ 30 શેર પર આધારિત 492.75 પોઈન્ટ અથવા 0.74 ટકાના વધારા સાથે 67,481.19 પર બંધ રહ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ( National Stock Exchange ) નિફ્ટી 134.75 પોઈન્ટ અથવા 0.67 ટકાના વધારા સાથે 20267.90 ના સ્તર પર બંધ થયો.

Join Our WhatsApp Community

શુક્રવારના કારોબારમાં NTPC, ITC, L&T, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને એક્સિસ બેન્ક નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. હીરો મોટોકોર્પ, એચડીએફસી લાઈફ, વિપ્રો, એમએન્ડએમ અને બજાજ ઓટો નિફ્ટીના ટોપ લૂઝર હતા.

નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો

ઈતિહાસ રચતા નિફ્ટીએ રેકોર્ડ હાઈ લેવલ હાંસલ કર્યું છે. 20 હજારની સપાટી વટાવીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે. અગાઉ 20 સપ્ટેમ્બર 2023ના રોજ નિફ્ટીએ પ્રથમ વખત 20,000ની સપાટી વટાવી હતી.

આ સમાચાર પણ વાંચો : Manipur PNB Loot: મણિપુરમાં ધોળા દિવસે બેંકમાં લૂંટારાઓ ત્રાટક્યા, બંદૂકની અણીએ કરી કરોડોની લૂંટ, જુઓ વિડિયો

રોકાણકારોએ ( Investors ) એક દિવસમાં ₹1.96 લાખ કરોડની કમાણી કરી હતી

BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 1 ડિસેમ્બરે વધીને રૂ. 337.40 લાખ કરોડ થયું હતું, જે 30 નવેમ્બરના રોજ રૂ. 335.60 લાખ કરોડ હતું. આ રીતે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ રૂ. 1.96 લાખ કરોડનો વધારો થયો છે. મતલબ કે રોકાણકારોની સંપત્તિમાં લગભગ 1.96 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. નિફ્ટી આઇટી, નિફ્ટી બેન્ક સહિત ઘણા સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. જ્યારે નિફ્ટી ઓટો નબળો રહ્યો હતો, જ્યારે નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસીસ જેવા સૂચકાંકો પણ વધ્યા હતા.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version