Site icon

Closing Bell: 2023 ના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેર માર્કેટ થયું ક્રેશ, સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈથી સરકીને નોંધપાત્ર કડાકા સાથે થયું બંધ..

Closing Bell: આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 170 પોઈન્ટના ઘટાડા સાથે 72,240 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 47 પોઈન્ટના ઘટાડા સાથે 21,730 પોઈન્ટ પર બંધ થયો છે.

Closing Bell Sensex, Nifty snap winning streak to end lower on final session of 2023

Closing Bell Sensex, Nifty snap winning streak to end lower on final session of 2023

News Continuous Bureau | Mumbai

Closing Bell: ભારતીય શેરબજાર ( Indian stock market ) , જે 2023 માં સતત નવા વિક્રમો સ્થાપિત કરી રહ્યું હતું, વર્ષના છેલ્લા ટ્રેડિંગ ( Trading ) દિવસે ઓલ-ટાઇમ હાઈથી સરકીને કડાકા સાથે બંધ થયું છે. મિશ્ર વૈશ્વિક અને સ્થાનિક સંકેતો વચ્ચે રોકાણકારો ( Investors ) દ્વારા પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ ( Sensex ) અને નિફ્ટીમાં ( Nifty ) ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે સેન્સેક્સ 170.12 (0.23%) પોઈન્ટ ઘટીને 72,240.26 પોઈન્ટ પર બંધ થયો. તો બીજી તરફ, નિફ્ટી 47.30 (0.22%) પોઈન્ટ ઘટીને 21,731.40 પર બંધ રહ્યો છે. આજના ટ્રેડિંગ સેશન ( Trading session ) દરમિયાન, નિફ્ટીમાં બીપીસીએલ અને સ્ટેટ બેંકના શેર સૌથી વધુ ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે ટાટા કન્ઝ્યુમર્સ અને ટાટા મોટર્સના શેર ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. 

Join Our WhatsApp Community

એક વર્ષમાં સેન્સેક્સ 18.73% વધ્યો, નિફ્ટી 20% વધ્યો

વર્ષ 2022 ના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 30 ડિસેમ્બરે સેન્સેક્સ 60,840 પોઈન્ટ પર બંધ થયો હતો જે આજે 72,240 પર બંધ થયો હતો. એટલે કે એક વર્ષમાં સેન્સેક્સમાં 18.73 ટકાનો વધારો થયો છે. જ્યારે 2022ના છેલ્લા સત્રમાં નિફ્ટી 18,105 પર બંધ થયો હતો, જે 2023ના છેલ્લા સત્રમાં 21,731 પર બંધ થયો છે. એટલે કે નિફ્ટીમાં એક વર્ષમાં 3625 પોઈન્ટ અથવા 20 ટકાનો વધારો થયો છે.

માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર

બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વર્ષના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રેકોર્ડ ઊંચાઈએ બંધ થયું છે. આજના સત્રમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 364.05 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂ. 363 લાખ કરોડ હતું. જો 2022ના છેલ્લા ટ્રેડિંગ સેશનની સરખામણી કરવામાં આવે તો એક વર્ષ પહેલા રોકાણકારોની સંપત્તિમાં 82 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. 2022ના છેલ્લા સત્રમાં માર્કેટ કેપ 282.44 લાખ કરોડ રૂપિયા હતી.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈ એરપોર્ટ પર ભુલક્કડ પ્રવાસીઓની સંખ્યા વધી, એરપોર્ટના લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગે જારી કર્યા આંકડા..

ક્ષેત્રની સ્થિતિ

આજના કારોબારમાં ઓટો અને એફએમસીજી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ભારે ખરીદી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, આઈટી, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, એનર્જી ફાર્મા શેરોમાં ઘટાડો નોંધાયો હતો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં સતત વધારો થઈ રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 11 વધ્યા અને 19 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 20 વધ્યા અને 30 નુકસાન સાથે બંધ થયા છે.
(Disclaimer : કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Pine Labs: પાઇન લેબ્સનો 3900 કરોડ રૂપિયાનો IPO આજથી ખૂલ્યો; કિંમત, GMP અને અન્ય વિગતો જાણો
Gold Price: આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર: સોનું થયું સસ્તું, જ્યારે ચાંદી પહોંચી નવી ઊંચાઈએ! ચેક કરો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
UPI Transactions: ઓક્ટોબર મહિનામાં યુપીઆઈ વ્યવહારોમાં થયો અધધ આટલો વિક્રમી વધારો
Bank Holiday: ગુરુ નાનક જયંતિના દિવસે બેંક ચાલુ રહેશે કે બંધ? RBIએ દ્વિધા દૂર કરી
Exit mobile version