ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022
શનિવાર.
સોમવાર ભારતીય શેરબજાર માટે બ્લેક મન્ડે સાબિત થયો છે.
સપ્તાહના પહેલા ટ્રેન્ડિંગ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે.
આજના કારોબાર બાદ સેન્સેક્સ 1,747.08 પોઈન્ટના ઘટાડા સાથે 56,405.84 પર તો નિફ્ટી 531.95 પોઇન્ટના ઘટાડા સાથે16,842.80 પર બંધ થયો છે.
આજે દિવસભર બજારમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. ખાસ કરીને બજાર બંધ થાય તે પહેલા જ ઘટાડાનો દોર તીવ્ર બન્યો હતો.
નિષ્ણાતોના મતે રશિયા-યુક્રેન તણાવ અને મોંઘા ક્રૂડ ઓઈલના કારણે સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સ્કૂલ ચલે હમ! ગુજરાતમાં બાળમંદિર અને આંગણવાડી આ તારીખથી ફરી ખુલશે, પણ સરકારે રાખી છે આ શરત
