ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર, 2021
મંગળવાર
સતત ઘટાડા બાદ મંગળવાર ભારતીય શેરબજાર માટે સારો દિવસ સાબિત થયો છે.
લાલ નિશાન પર કારોબાર શરૂ કર્યા બાદ માર્કેટ દિવસભર સુસ્ત રહ્યું હતું. પરંતુ કારોબારના અંતે સેન્સેક્સ અને નિફ્ટી આજે મજબૂતી સાથે બંધ થયા છે.
સેન્સેક્સ 198 પોઈન્ટના વધારા સાથે 58,664 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 87 પોઈન્ટના વધારા સાથે 17,503 પર બંધ થયો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં બજાર ઘટાડા સાથે બંધ થયું હતું.
