News Continuous Bureau | Mumbai
દેશભરમાં મોંઘવારી(inflation)થી ત્રસ્ત લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.
દિલ્હી-એનસીઆર(Delhi-NCR)માં આજે સીએનજી ગેસ(CNG Gas price hike)ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં CNGની કિંમત 75.61 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.
CNGની વધેલી કિંમતો 21 મેથી એટલે કે આજથી લાગુ થશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 6 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો થયો છે. આ પહેલા 15 મેના રોજ દિલ્હીમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
