Site icon

આ જાયન્ટ પીણાં કંપનીને પણ નડ્યો કોરોના.. મંદીના સંકટ વચ્ચે 2200 કર્મચારીઓને છૂટા કરશે.. જાણો વધુ વિગતો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 ડિસેમ્બર 2020 

ઘણી મોટી કંપનીઓ કોરોના સમયગાળા દરમિયાન અર્થતંત્રના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આ દરમિયાન, વિશ્વની સૌથી મોટી પીણા કંપની, કોકા-કોલાએ યુએસ, કેનેડા અને પ્યુઅર્ટો રિકોમાં ચાર હજાર કર્મચારીઓને સ્વૈચ્છિક છૂટા કરવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

કોકા-કોલા ફક્ત યુએસમાંથી 1,200 કર્મચારીઓને છૂટા કરશે. આ સંખ્યા કંપનીના કુલ કર્મચારીઓની 2.5 ટકા છે. બંધને કારણે સોફ્ટ ડ્રિંકના ધંધા પર ભારે અસર પડી છે. એક અહેવાલ મુજબ, આ વર્ષની શરૂઆતમાં, કોકાકોલામાં કર્મચારીઓની કુલ સંખ્યા 86 હજાર 200 હતી. તેમાંથી 10 હજાર 400 કર્મચારીઓ ફક્ત યુએસમાં જ કામ કરે છે. 

કંપનીએ મોટા પ્રમાણમાં જાહેરાતો પણ કાપ મૂકી રહી છે. આનાથી કંપનીના બજેટમાં કાપ મૂકી 55 કરોડ રૂપિયાથી ઘટાડીને 35 કરોડ રૂપિયા કરાશે. 

હકીકતમાં, બાર, રેસ્ટોરાં અને સિનેમા બંધ હોવાને કારણે કંપનીના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં, કોકા-કોલાના મોટાભાગના ઉત્પાદનો અહીં આ જગ્યાએ વેચાતા હતા. હવે કંપનીએ કહ્યું છે કે તેના ચાર ભૌગોલિક વિભાગોમાં ફક્ત નવ ઓપરેટિંગ એકમો હશે. કંપનીના હાલમાં 17 બિઝનેસ એકમો ચાલુ છે. 

આમ રસીના મોરચા પર એક સારા સમાચાર આવ્યા છે, પરંતુ કોરોનાએ કહેર ફેલાવ્યો છે. વિશ્વભરમાં સામાજિક અંતરનું પાલન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે મૂવી થિયેટરો, બાર અને સ્ટેડિયમ જેવા વ્યવસાયિક મોડેલો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આ વ્યવસાયોની અસર સીધી સોફ્ટ ડ્રિંક્સના વેચાણ પર પડી છે. અને આથી જ કોકાકોલા જેવી કંપનીએ મોટી સંખ્યામાં કર્મચારીઓ ની છટણી કરવાનું નક્કી કર્યું છે.

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version