Site icon

Bondada Engineering: શેર હોય તો આવો! 10 મહિનામાં જ રોકાણકારો થયા લખોપતિ, બોંદાડા એન્જિનિયરિંગના શેરમાં આવ્યો 544%નો વધારો..

Bondada Engineering: બોંદાડા એન્જિનિયરિંગ ગયા વર્ષે માત્ર રૂ. 75 માં માર્કેટમાં પ્રવેશ્યું હતું, જ્યારે લિસ્ટિંગના માત્ર દસ મહિનામાં શેરનો ભાવ હવે રૂ. 2,600ને પાર કરી ગયો હતો. બુધવાર, 19 જૂને કંપનીનો શેર 5% વધીને રૂ. 2,686.50 પર બંધ થયો હતો. છેલ્લા 10 મહિનામાં બોંદાડા એન્જિનિયરિંગના શેરમાં 3,300 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

Come share if you have! Lakhopati became investors in 10 months, 544% increase in Bondada Engineering shares

Come share if you have! Lakhopati became investors in 10 months, 544% increase in Bondada Engineering shares

 News Continuous Bureau | Mumbai

Bondada Engineering:  બોંદાડા એન્જિનિયરિંગના શેર્સે લિસ્ટિંગ પછી બજારમાં તેમના રોકાણકારોને આકર્ષક વળતર આપ્યું છે. આ મલ્ટીબેગર શેરમાં ( Multibagger shares ) છેલ્લા કેટલાકથી ઉતાર ચઢાવ આવતા તેણે છેલ્લા બે દિવસોમાં અપર સર્કિટમાં રહ્યો હતો. બોંદાડા એન્જિનિયરિંગના શેર ગયા વર્ષે 30 ઓગસ્ટ, 2023ના રોજ BSE SME પર લિસ્ટ થયા હતા અને ત્યારથી આ શેરે માત્ર થોડા મહિનામાં જ રોકાણકારોના ખિસ્સા ભરી દીધા છે.

Join Our WhatsApp Community

બોંદાડા એન્જિનિયરિંગ ( Bondada Engineering Share ) ગયા વર્ષે માત્ર રૂ. 75 માં માર્કેટમાં ( Stock Market ) પ્રવેશ્યું હતું, જ્યારે લિસ્ટિંગના માત્ર દસ મહિનામાં શેરનો ભાવ ( Share Price ) હવે રૂ. 2,600ને પાર કરી ગયો હતો. બુધવાર, 19 જૂને કંપનીનો શેર 5% વધીને રૂ. 2,686.50 પર બંધ થયો હતો. છેલ્લા 10 મહિનામાં બોંદાડા એન્જિનિયરિંગના શેરમાં 3,300 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. જે બુધવારે તેની 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. તો કંપનીના શેરની 52 સપ્તાહની નીચી સપાટી રૂ. 142.50 રહી હતી.

 Bondada Engineering;  બોંદાડા એન્જિનિયરિંગનો IPO ગયા વર્ષે 18 ઓગસ્ટથી 23 ઓગસ્ટ, 2023 દરમિયાન રોકાણ માટે ખુલ્યો હતો…

નોંધનીય છે કે, બોંદાડા એન્જિનિયરિંગનો IPO ગયા વર્ષે 18 ઓગસ્ટથી 23 ઓગસ્ટ, 2023 દરમિયાન રોકાણ માટે ખુલ્યો હતો. આ IPOમાં, કંપનીના શેરની કિંમત રૂ. 75 નક્કી કરવામાં આવી હતી. જેમાં છૂટક રોકાણકારો 1,600 શેરના એક લોટ માટે પણ IPOમાં રોકાણ કરી શકતા હતા. એટલે કે રિટેલ રોકાણકારોએ IPOના એક લોટ માટે રૂ. 1.20 લાખનું રોકાણ કરવું પડ્યું હતું. આમ, અત્યાર સુધી જો કોઈ શેરધારકે બોંદાડા એન્જિનિયરિંગના શેર રાખી મૂક્યા હશે તો જંગી નફો કર્યો હશે. બુધવારે કંપનીના શેર રૂ. 2,686.50 પર બંધ થયા હતા, એટલે કે IPOના 1,600 શેરનું વર્તમાન મૂલ્ય રૂ. 42.98 લાખ અંદાજે હશે.

આ સમાચાર  પણ વાંચો :  Space Missions: ચંદ્રયાન-4, શુક્રયાન-1, મંગલયાન-2… ભારત અંતરિક્ષમાં પ્રભુત્વ જમાવશે, મોદી 3.0માં ISRO આ 5 મિશન લોન્ચ કરવાની તૈયારી..

છેલ્લા છ મહિનામાં બોંદાડા એન્જિનિયરિંગના શેરમાં 561%નો વધારો થયો છે. 19 ડિસેમ્બર, 2023 ના રોજ, કંપનીના શેર રૂ. 406.40 પર હતા, જ્યારે બુધવાર, 19 જૂન, 2024 ના રોજ, બોંદાડા એન્જિનિયરિંગના શેર રૂ. 2,686.50 પર બંધ થયા હતા. દરમિયાન, છેલ્લા ત્રણ મહિનામાં બોંદાડા એન્જિનિયરિંગના શેરમાં 229%નો વધારો થયો છે અને આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં 544%નો વધારો થયો છે. તેમજ છેલ્લા એક મહિનામાં બોંદાડા એન્જિનિયરિંગના શેરમાં 47 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે છેલ્લા પાંચ દિવસમાં બોંદાડા એન્જિનિયરિંગના શેરમાં 26 ટકાથી વધુનો વધારો થયો છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Reliance Investment: કચ્છના રણથી જામનગરના કિનારા સુધી અંબાણીનું સામ્રાજ્ય! ₹7 લાખ કરોડના રોકાણ સાથે ગુજરાત બનશે દુનિયાની નવી ઇકોનોમિક પાવર
Income Tax Act 2025: 1 એપ્રિલથી દેશમાં લાગુ થશે નવો ટેક્સ કાયદો, 64 વર્ષ જૂના નિયમો હવે ઇતિહાસ બનશે.
Gold Price Today: સોનાના ભાવમાં ભયાનક ભડકો! MCX પર પહેલીવાર ₹1.40 લાખને પાર, ચાંદીના ભાવ સાંભળીને પણ પરસેવો છૂટી જશે
Share Market: રોકાણકારો અને ગ્રાહકો ખાસ નોંધજો! 15 જાન્યુઆરીએ મુંબઈમાં મતદાનને કારણે શેરબજાર અને બેંકો ચાલુ રહેશે કે બંધ? જાણો લેટેસ્ટ અપડેટ
Exit mobile version