Site icon

નકલી દવાઓના ધંધા પર કસાસે સકંજો- આ રીતે ખબર પડી જશે અસલી છે કે નહીં- જાણો શું છે મોદી સરકારની યોજના

Prices of drugs going off patent to be slashed to 50

દર્દીઓને મળશે રાહત.. સરકારના આ એક પગલાંથી દવાઓની કિંમત 50% સુધી ઘટી થશે..

News Continuous Bureau | Mumbai

દવા(Medicine) ખરીદતી વખતે દર્દી અને તેના પરિવારના મનમાં અનેક સવાલો હોય છે. જેમ કે દવા અસલી છે, કે નહીં? આનાથી કોઈ નુકસાન તો નહીં થાય? જોકે હવે આવી શંકાઓનું ટૂંક સમયમાં નિરાકરણ થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે(Central govt) બનાવટી અને હલકી ગુણવત્તાવાળી દવા(Fake and low quality medicine) ઓના ઉપયોગને ચકાસવા અને તેની ગુણવત્તા વિશે જાણવા માટે ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ(Track and trace system) શરૂ કરવાની યોજના બનાવી છે.

Join Our WhatsApp Community

શરૂઆતમાં આ યોજના સૌથી વધુ વેચાતી દવાઓ પર લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં આ યોજના 300 દવાઓ પર લાગુ થશે. તેમાં સૌથી વધારે ડિમાન્ડ(demangding medicine) હોય અને એક સ્ટ્રીપની કિંમત 100 રૂપિયાથી વધારે હોય તેવી એન્ટીબાયોટિક્સ, કાર્ડિયાક, પીડામાં રાહત આપતી દવાઓ અને એન્ટી એલર્જિક દવાઓ સામેલ હશે. 

આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું આ તો કેવું સ્વાગત- નવરાત્રી મહોત્સવમાં આગમન દરમિયાન ટીખળખોરે પાણીની બોટલ ફેંકી- જુઓ વિડિયો

જો કે આ યોજના એક દાયકા પહેલા અમલમાં આવવાની હતી, પરંતુ સ્થાનિક ફાર્મા ઉદ્યોગની માંગ પર તેને અટકાવી દેવામાં આવી હતી. નકલી દવાઓના વધી રહેલા કારોબારને લઈને સરકારે આ નિર્ણય લીધો છે.

આ યોજના લાગુ થયા પછી, ગ્રાહક મંત્રાલય દ્વારા વિકસિત પોર્ટલ પર એક અનન્ય કોડ ફીડ કરીને દવાની વાસ્તવિકતા ચકાસી શકાશે. તેને મોબાઈલ ફોન અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ ટ્રેક કરી શકાશે. ફાર્મા ઉદ્યોગના એક નિષ્ણાતના જણાવ્યાનુસાર, નવી યોજના લાગુ કરવાથી ખર્ચમાં લગભગ ત્રણથી ચાર ટકાનો વધારો થશે. કેટલીક કંપનીઓએ સ્વૈચ્છિક રીતે પોતાની પ્રોડક્ટ પર ક્યુઆર કોડ છાપવાની શરૂઆત કરી દીધી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈની કોળી મહિલાઓએ મચ્છી માર્કેટમાં પરંપરાગત નવરાત્રી ગરબા કર્યા- હાથમાં માછલી અને ડીજે પર કોળી ગરબા- જુઓ વિડિયો

Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડબ્રેક ઉછાળો; અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાં જાણો આજનો લેટેસ્ટ રેટ.
Budget 2026 Expectations: મધ્યમ વર્ગના ખિસ્સામાં આવશે વધુ પૈસા! ટેક્સ સ્લેબમાં ધરખમ ફેરફારની તૈયારી; જાણો બજેટ ૨૦૨૬માં મોદી સરકારની શું છે ખાસ ગિફ્ટ.
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Gold Silver Price Today: રેકોર્ડ તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ટ્રમ્પના આ એક નિવેદને પલટી નાખી આખી રમત; જાણો રોકાણકારો માટે હવે શું છે સલાહ.
Exit mobile version