Site icon

Piyush Goyal New York: વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિક અગ્રણીઓ અને રોકાણકારો સાથે યોજી મહત્વપૂર્ણ બેઠકો, કરી આ મુદ્દાઓ પર ચર્ચા.

Piyush Goyal New York: વાણિજ્ય અને ઔદ્યોગિક મંત્રી શ્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિક અગ્રણીઓ અને રોકાણકારો સાથે વાતચીત કરી. ગોયલે ભારતમાં રોકાણ, ઉત્પાદન અને વેપારની તકો પર ચર્ચા કરી

Commerce Minister Piyush Goyal held important meetings with business leaders and investors in New York.

Commerce Minister Piyush Goyal held important meetings with business leaders and investors in New York.

 News Continuous Bureau | Mumbai

Piyush Goyal New York:  કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વ્યાવસાયિક અગ્રણીઓ અને પ્રવાસી ભારતીયો સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. 

Join Our WhatsApp Community

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ( Piyush Goyal USA )ની મુલાકાતના બીજા દિવસે મંત્રી ગોયલે ( Piyush Goyal ) બ્લેકરોકના ચીફ ઓપરેટિંગ ઓફિસર, શ્રી રોબર્ટ ગોલ્ડસ્ટેઇન સહિતના અગ્રણી રોકાણકારો સાથે મુલાકાત કરી હતી. સિસ્ટમ્સ ટેકનોલોજી ગ્રૂપના ચેરમેન અને સીઇઓ, શ્રી અનુપ પોપટ; ટિલમેન હોલ્ડિંગ્સના સીઈઓ, શ્રી સંજીવ આહુજા; સી4વીના સીઈઓ શ્રી શૈલેષ ઉપરેતી; અને જેનસ હેન્ડરસન ઇન્વેસ્ટર્સ, સીઇઓ, શ્રી અલી ડિબજ સહિત મુખ્ય રોકાણકારો સાથે મુલાકાત કરી. બેઠકો દરમિયાન મંત્રી ગોયલે ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે સહયોગ માટેની તકો પર ચર્ચા કરી હતી અને રોકાણકારોને ભારતમાં તેમના વાણિજ્યિક અને વેપારના પદચિહ્નો વધારવા આમંત્રણ આપ્યું હતું, જ્યારે વેપાર-વાણિજ્ય કરવાની સરળતાને આગળ વધારવા માટે અગ્રણી બિઝનેસ નિષ્ણાતો ( Business experts ) પાસેથી સૂચનો અને વિચારો પણ મેળવ્યા હતા.

મંત્રીએ ન્યૂઝવીકના સીઇઓ દેવ પ્રાગદ નામના ભારતીય મૂળના યુવાન ઉદ્યોગસાહસિક સાથે પણ વાતચીત કરી હતી, જેઓ મીડિયાની દુનિયામાં ભારે પ્રભાવ પાડી રહ્યા છે અને સકારાત્મક પ્રદાન કરી રહ્યા છે.

યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ ( USISPF )ના સભ્યો સાથે લંચ બેઠક યોજાઇ હતી, જેમાં મંત્રીએ ઉચિત પ્રોત્સાહક યોજનાઓ મારફતે વેપાર-વાણિજ્ય કરવાની સરળતા, માળખાગત વિકાસ, આઇપીઆરમાં સુધારા અને ઉત્પાદન ક્ષેત્રોને પ્રાથમિકતા આપવાની સરકારની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. રોકાણકારોએ નવી નીતિઓ વિશે આશાવાદ વ્યક્ત કર્યો હતો, જેનો ઉદ્દેશ નવીનતા, રોજગારીનું સર્જન અને ટકાઉ ઔદ્યોગિક વિકાસનો છે.

આ સમાચાર પણ વાંચો :  Namo Bharat Walk for Courage: મનીષ મલ્હોત્રાના ‘નમો ભારત-વોક ફોર કરેજ’ ઇવેન્ટની PM મોદીએ કરી પ્રશંસા, આપી આ પ્રતિક્રિયા.

દિવસ દરમિયાન, બિનનફાકારક સંસ્થા ઇન્ડિયાસ્પોરા અને ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, ફિલાડેલ્ફિયા અને વોશિંગ્ટન ડી.સી.ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઇસીએઆઈ) ચેપ્ટરના સભ્યોએ પણ મંત્રી સાથે રસપ્રદ ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ભારતીય ડાયસ્પોરાની ( Indian Diaspora ) વૈશ્વિક તાકાત અને ભારતની વૃદ્ધિ અને વિકાસ માટે તે જે તકોને અનલોક કરી શકે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

ન્યૂયોર્કના કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા (સીજીઆઈ) દ્વારા આ ક્ષેત્રનું વૈશ્વિક કેન્દ્ર, ન્યૂયોર્કમાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના મુખ્ય બિઝનેસ લીડર્સ સાથે એક સમજદાર જોડાણનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીએ વૈશ્વિક બજારમાં મુખ્ય ખેલાડી તરીકે ભારતની શક્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો અને સહયોગ, રોકાણ અને નવીનતા વધારવાની સંભવિતતા પર ભાર મૂક્યો હતો, જે આ ક્ષેત્રમાં વૃદ્ધિને આગળ વધારી શકે છે. આ આદાનપ્રદાન બંને બજારો વચ્ચે મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવા, પારસ્પરિક લાભ અને વિકાસ માટે નવા માર્ગો ખોલવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Exit mobile version