Site icon

મહિનાની પહેલી તારીખે મળ્યા સારા સમાચાર! કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ…

Commercial gas cylinder prices slashed

મહિનાની પહેલી તારીખે મળ્યા સારા સમાચાર! કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ…

 News Continuous Bureau | Mumbai

જૂનની પહેલી જ તારીખે નાગરિકો  માટે મોંઘવારીમાંથી રાહત આપનારા સમાચાર આવ્યા છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 83.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણય અનુસાર નવા દર આજથી લાગુ થશે. જોકે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર ના નવા દર 

રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીસી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ સિલિન્ડર હવે 1773 રૂપિયામાં મળશે. તો મુંબઈમાં આ સિલિન્ડર 1725 રૂપિયામાં મળશે. આ સિલિન્ડરની કિંમત કોલકાતામાં 1875.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1937 રૂપિયા હશે.

આ સમાચાર પણ વાંચો : આજે તારીખ ૦૧:૦૬:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

એરલાઇન્સ માટે પણ રાહત

સરકારી ઓઈલ કંપનીઓએ મહિનાના પહેલા દિવસે એરલાઈન્સને રાહત આપી છે. ઓઈલ કંપનીઓએ એરક્રાફ્ટ ઈંધણના ભાવમાં ઘટાડો કર્યો છે. જેટ ઈંધણની કિંમતમાં રૂ. 6632.25/KLનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સમયે, એરલાઇન્સની મુસાફરીની મોસમ પૂરજોશમાં છે. આ રીતે ઈંધણના ભાવમાં ઘટાડાનો તેમને ફાયદો થશે.

Exit mobile version