ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 01 માર્ચ 2022
મંગળવાર
આજે એટલે કે 1 માર્ચથી LPG ના ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે.
આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ ભાવ વધારા બાદ 19 કિલો LPG સિલિન્ડર દિલ્હીમાં 1907 રૂપિયાને બદલે 2012 રૂપિયામાં મળશે.
મુંબઇમાં તેની કિંમત હવે 1857 થી વધીને 1963 રૂપિયા થઇ ગઇ છે.
જોકે ઘરેલું ગ્રાહકો માટે વિધાનસભા ચૂંટણી પછી આફત આવી શકે તેવાં એંધાણ છે.
કહેવામાં આવી રહ્યું છે કે, 7 માર્ચ બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડર પણ મોંઘા થઈ જશે.
આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે નવો મહિનો, માર્ચમાં આટલા દિવસ બંધ રહેશે બેંક; અહીં ચેક કરો રજાઓનું લિસ્ટ…