Site icon

લો બોલો!! યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે પણ રશિયામાં કોન્ડોમના વેચાણમાં આટલા ટકાનો જબરદસ્ત ઉછાળો.. જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે રશિયામાં કોન્ડોમના વેચાણમાં 170 ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં પણ તેની કિંમતમાં પણ જબરદસ્ત વધારો થયો છે. કોન્ડોમના ભાવમાં અને વેચાણમાં થયેલા વધારા પાછળ જોકે પશ્ચિમી દેશોએ મૂકેલા પ્રતિબંધને જવાબદાર માનવામાં આવે છે.

પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રતિબંધ લાદી દીધા છે. તેને કારણે રશિયામાં કોન્ડમની માગમાં વધારો થયો છે. જોકે કોન્ડોમની અછત સર્જાવાની શક્યતાને કારણે તેના ભાવ આસમાને પહોંચ્યા છે. આમ તો કોન્ડોમ બનાવતી બ્રિટિશ કંપનીઓએ રશિયા સાથે વેપાર હજી બંધ કર્યો નથી. છતાં આશ્ચર્યજનક છે કે કોન્ડોમના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારી માઝા મૂકશે, ડિઝલના જથ્થાબંધ ભાવમાં 25 રૂપિયાનો વધારો, રિટેલમાં હાલ પૂરતો ભાવવધારો ટળ્યો.. જાણો વિગતે

રશિયાની સૌથી મોટી ઓનલાઈન કંપની વાઈલ્ડબેરીના કહેવા મુજબ ગયા વર્ષની સરખામણીમાં માર્ચના પ્રથમ બે સપ્તાહમાં કોન્ડમના વેચાણમાં 170 ટકાનો ઉછાળો આવ્યો છે. રશિયાની મુખ્ય ફાર્મસી ચેઈનના વેચાણમાં 36.6 ટકાના વધારો થયો છે. એક વર્ષ અગાઉની સરખામણીમાં કોન્ડોમની ખરીદીના ભાવમાં પણ 32 ટકાનો વધારો થયો છે. તો સુપરમાર્કેટના વેચાણમાં પણ 30 ટકાનો વધારો નોંધાયો છે.

સૌથી મોટા ઉત્પાદકો થાઈલેન્ડ, ભારત, દક્ષિણ કોરિયા અને ચીને હાલ રશિયાને સપ્લાય કરવાનું ચાલુ જ રાખ્યું છે. સામાન્ય રીતે રશિયા દર વર્ષે 600  મિલિયન કોન્ડોમની આયાત કરે છે અને 100 મિલિયનનું ઉત્પાદન કરે છે.  છતાં તેના ભાવમાં આવેલા ઉછાળાએ આશ્ચર્ય સર્જાયું છે. 

SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Moody’s Report: ટ્રમ્પના ‘ટેરિફ જાળ’ સામે ભારતે કાઢ્યો સફળ તોડ! અમેરિકી એજન્સી મૂડીઝે જ ખોલી દીધી પોલ.
Manoj Gaur arrested: મોટી કાર્યવાહી: EDનો સકંજો! ₹૧૨,૦૦૦ કરોડના મની લોન્ડ્રિંગ કેસમાં JP ઇન્ફ્રાટેકના MD મનોજ ગૌરની ધરપકડ.
Exit mobile version