Site icon News Continuous Bureau | Mumbai

Dark Patterns : ડાર્ક પેટર્ન પર પ્રતિબંધ થી ઇ-કૉમર્સના વેપારમાં થશે સુધારો : CAIT

Dark Patterns : ડાર્ક પેટર્ન પર પ્રતિબંધ થી ઇ-કૉમર્સના વેપારમાં સુધારો થશે. ઈ- કોમર્સ કંપનીઓ આવા અભિગમ સામે વેપારી સંગઠન કેટ દ્વારા સતત ચાર વર્ષથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. એને જોતા સરકારનું આ મહત્ત્વનું પગલું છે.

Confederation of All India Traders lauds ban on dark patterns from e-commerce platforms

Confederation of All India Traders lauds ban on dark patterns from e-commerce platforms

News Continuous Bureau | Mumbai

Dark Patterns : કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ( CAIT ) મહારાષ્ટ્ર પ્રદેશ મહામંત્રી અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘે એક પરિપત્રમાં જણાવ્યું કે કેન્દ્રીય ઉપભોક્તા મંત્રાલયે ( Union Ministry of Consumer Affairs ) ઈ-કોમર્સ પ્લેટફૉર્મ ( E-commerce platform ) પર ૧૩ જેટલા ડાર્ક પેટર્નના ઉપયોગ પર પ્રતિબંધ ( Prohibition ) મૂકવા માટે જે આદેશ બહાર પાડ્યો છે. એનું વેપારી સંગઠનએ ( trade association ) સ્વાગત કર્યું છે. આના લીધે ઈ- કોમર્સ કંપનીઓ દ્વારા ગ્રાહકોને છેતરવાની પ્રવૃત્તિઓ અટકશે. ઈ- કોમર્સ કંપનીઓ આવા અભિગમ સામે કેટ દ્વારા સતત ચાર વર્ષથી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. એને જોતા સરકારનું આ મહત્ત્વનું પગલું છે. ઈ-કોમર્સ કંપનીઓ પોતાના ભ્રામક બિઝનેસ મોડલ થકી માત્ર વેપારીઓના હિતને નુકસાન પહોંચાડી રહ્યો હતો એવું નહોતું, પણ ગ્રાહકોને પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું હતું.

Join Our WhatsApp Channel

‘કેટ’ના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ ખડેલવાલે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલનું આ પગલું ભરવા બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું કે હવે ઈ-કોમર્સ પૉલિસી અને નિયમોને પણ તુરંત લાગુ પાડવામાં આવે. જેથી ઈ- કોમર્સનો વેપાર સરખી રીતે ચાલે અને ઈ-કોમર્સ પોર્ટલની જવાબદારી નક્કી થઈ શકે.

આ સમાચાર પણ વાંચો : viral video : માં તે માં બીજા વગડના વા.. પોતાના ઈંડાની રક્ષા કરવા ટ્રેક્ટર સામે હિંમતથી ઉભી રહી ટીટોડી, જુઓ ભાવુક વીડિયો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

India Iran Crude Oil Gas Import ઈરાન પરથી આર્થિક પ્રતિબંધો હટતા જ ભારત માટે સસ્તું ક્રૂડ ઓઈલ અને ગેસ મેળવવાનો માર્ગ મોકળો, જાણો શું થશે ફાયદો
Strait of Hormuz હોર્મુઝ સ્ટ્રેટ ફરી ધમધમ્યો, ૪૦ જહાજો ભારત તરફ રવાના, ગુજરાતના દહેજ બંદરે પ્રથમ LNG જહાજનું આગમનભારત માટે રાહતના સમાચાર, પેટ્રોલડીઝલના ભાવ ઘટવાની શક્યતા
RBI Action RBI ની મોટી કાર્યવાહી શ્રી મહાલક્ષ્મી અર્બન કોઓપરેટિવ બેંકનું લાયસન્સ રદ, જાણો શું થશે ગ્રાહકોનું?
FSSAI Action ખાદ્ય ઉત્પાદનો પર ભ્રામક દાવાઓ FSSAI એ સફોલા, કિન્ડર જોય સહિતની કંપનીઓને પાઠવી નોટિસ
Exit mobile version