મુંબઈ
22 ઓગસ્ટ 2020
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાનું પરિણામ સામે આવ્યું છે. છેલ્લા 20 વર્ષમાં ભારતીય ઓટો ઉદ્યોગનું સૌથી ખરાબ પ્રદર્શન નોંધાયું છે. જેનું સૌથી મોટું કારણ છે નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં વાહનોના વેચાણમાં થયેલો તીવ્ર ઘટાડો. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશના પેસેન્જર વાહનોનું વેચાણ 57.18 ટકા જેટલું ઘટ્યું છે.
કોરોના રોગચાળાને પગલે દેશભરમાં લોકડાઉ લાગુ હતો. પરિણામે, વાહનોની ઓછી માંગને કારણે દેશનો ઓટો ઉદ્યોગ સંકટમાં છે. સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચર્સના જણાવ્યા અનુસાર, જૂન 2019 ના ત્રિમાસિક ગાળાની તુલનામાં, ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં યુટિલિટી વાહનોના વેચાણમાં 31.16 ટકાનો ઘટાડો થયો છે.
જૂન ક્વાર્ટરમાં ટુ-વ્હિલરનું વેચાણ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ વાર્ષિક ધોરણે 38.56 ટકા ઘટ્યું છે. જ્યારે થ્રી વ્હીલર્સના વેચાણમાં 80.15 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરની તુલનામાં, ચાલુ વર્ષે પેસેન્જર વાહનોની નિકાસમાં પણ 56.31 ટકાનો ઘટાડો થયો છે. થ્રી વ્હીલર્સની નિકાસમાં 34.98 ટકાનો ઘટાડો થયો છે. આમ પણ કોરોના ના સંકટ પહેલાં દેશનો ઓટો ઉદ્યોગ ધીમો જ હતો. ઓછી માંગને કારણે ઓટો ઉદ્યોગ પહેલેથી જ મંદીમાં હતો. કોરોના રોગચાળાએ ઓટોમોટિવ ઉદ્યોગની કમ્મર તોડી નાખી છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com