દેશમાં કોરોનાના વધતા જતા સંક્ર્મણને પગલે સરકારે માસ્ક ન પહેરનારાઓ પાસેથી દંડ લેવાનું શરૂ કર્યું છે અને તેને લઇ રેલવેમાં કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
વેસ્ટર્ન રેલવેના જણાવ્યાં મુજબ, 1 માર્ચથી 6માર્ચ સુધી રેલવેમાં માસ્ક વગર મુસાફરી કરતાં લોકો પાસેથી 8,83,100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
અગાઉ, પશ્ચિમ રેલ્વેએ બૃહમ્મુબાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી ફેબ્રુઆરી દરમિયાન કુલ રૂ. 5.97 લાખનો દંડ વસૂલ કર્યો હતો.