ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 નવેમ્બર, 2021
મંગળવાર.
દિવાળી પહેલાના પખવાડિયામાં ક્રેડીટ કાર્ડ થકી ખરીદીની બોલબાલા વધી છે.
રિઝર્વ બેંક દ્વારા જારી આંકડા મુજબ આ વર્ષે ક્રેડીટ કાર્ડનો ઉપયોગ રોકડ તથા ડેબીટ કાર્ડ કરતા ઘટયો છે.
ગત વર્ષે દિવાળી પહેલાના પખવાડિયા સામે આ વર્ષે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ નો ઉપયોગ ૭૧ ટકા વધી રૂ.૪૦,૭૯૦ કરોડ થયો છે.
ડેબીટ કાર્ડનો ઉપયોગ ગત વર્ષના રૂ.૨૯,૯૮૦ કરોડ સામે આ વર્ષે ૮.૧૮ ટકા વધી રૂ.૩૨,૪૩૨ કરોડ થયો છે.
ગત વર્ષે દિવાળી તા.14 નવેમ્બરના રોજ હતી એટલે તે માસના પ્રથમ ૧૫ દિવસમાં ક્રેડીટ કાર્ડનો પેમેન્ટ માટે ઉપયોગ રૂ.૨૩,૮૧૮ કરોડ માટે થયો હતો.