Site icon

Crude Oil Import : રશિયાને લાગશે ઝટકો, સસ્તા પેટ્રોલ માટે ભારત હવે આ દેશ પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરશે..

Crude Oil Import : અમેરિકાના પ્રતિબંધો પહેલા ભારત વેનેઝુએલાના ક્રૂડ ઓઈલનો નિયમિત ગ્રાહક હતો. 2017 થી 2019 સુધીના પ્રી-કોવિડ સમયગાળા દરમિયાન, ભારતે વેનેઝુએલાના લગભગ 300,000 bpd તેલની આયાત કરી હતી. જેમાં ખાનગી રિફાઈનરો મુખ્ય ખરીદદાર હતા. આ આયાત તે સમય દરમિયાન ભારતની કુલ ક્રૂડ ઓઈલની આયાતના 5-7 ટકા જેટલી હતી.

Crude Oil Import : India will now import oil from Venezuela after Russia

Crude Oil Import : India will now import oil from Venezuela after Russia

News Continuous Bureau | Mumbai 

Crude Oil Import : રશિયા-યુક્રેન યુદ્ધ ( Russia-Ukraine War ) શરૂ થયા બાદ ભારતે રશિયા ( Russia )  પાસેથી સસ્તા ક્રૂડ ઓઈલની ( Crude Oil ) માંગણી કરી હતી. હવે ( India ) ભારત વેનેઝુએલા ( Venezuela ) સાથે સમાન કરાર કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતમાં ઓઈલ રિફાઈનરીઓ ( Oil refineries ) હવે વેનેઝુએલામાંથી ક્રૂડ ઓઈલ આયાત કરે તેવી શક્યતા છે. આ મુદ્દે વાતચીત પણ શરૂ થઈ ગઈ છે. લેટિન અમેરિકન દેશ પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવાથી ભારત માટે ઓછી કિંમતે તેલની આયાત કરવાનો માર્ગ મોકળો થયો છે.

Join Our WhatsApp Community

તેલની જરૂરિયાતના 6 ટકા આ દેશમાંથી આયાત

અગાઉ, અમેરિકાએ વેનેઝુએલા પર પ્રતિબંધો લાદ્યા તે પહેલાં, ભારત 2019 સુધી તેની તેલની જરૂરિયાતના 6 ટકા આ દેશમાંથી આયાત કરતું હતું. અલબત્ત, હાલમાં વેનેઝુએલાની સરકારી ઓઈલ કંપનીઓ ત્યાંની જમીનમાંથી સંપૂર્ણપણે તેલ કાઢી શકશે નહીં. કેટલાક વર્ષોથી ત્યાં સંપૂર્ણ તેલ કાઢવામાં આવ્યું નથી. તો અત્યારે પણ ઓઈલ કંપનીઓના ઈક્વિપમેન્ટ કાં તો કાટવાળું છે અથવા તો કામની સ્થિતિમાં નથી. તેથી, વેનેઝુએલાની વર્તમાન તેલ નિષ્કર્ષણ ક્ષમતા 8,00,000 થી 8,50,000 લાખ બેરલ પ્રતિ દિવસ છે. S&P ગ્લોબલના સુમીત રિટોલિયાના જણાવ્યા અનુસાર, ભારતીય રિફાઇનરીઓ વેનેઝુએલાને સસ્તા તેલની આયાત કરવા માટે વિચારણા કરી શકે છે. તેમણે કહ્યું કે, જો વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ સાથે રિફાઈનિંગ ઈકોનોમિક્સ જળવાઈ રહેશે તો ભારતીય રિફાઈનર્સ તેમના વર્તમાન સ્ત્રોતોથી દૂર વેનેઝુએલા તરફ જઈ શકે છે.

વેનેઝુએલા ભારતનો જૂનો વેપારી ભાગીદાર

રિપોર્ટમાં એવી શક્યતા વ્યક્ત પણ કરવામાં આવી છે કે આગામી છ મહિના સુધી આ ક્ષમતામાં વધારો નહીં થાય. તો હવે જોવાનું એ છે કે ભારત અને વેનેઝુએલા વચ્ચે વાટાઘાટો ખરેખર શું થાય છે. વેનેઝુએલા ભારતનો જૂનો વેપારી ભાગીદાર છે. 2019 પછી દેશમાં આર્થિક અને રાજકીય અસ્થિરતા જોઈને અમેરિકાએ આ દેશ પર નિયંત્રણો લાદી દીધા હતા. અમેરિકા કહેતું હતું કે આ દેશ સાથે કોઈએ વેપાર ન કરવો જોઈએ. પરંતુ, ગયા મહિને જ, વેનેઝુએલાએ આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ સામાન્ય ચૂંટણીઓ યોજવાની તૈયારી દર્શાવી હતી, અને પછી યુનાઇટેડ સ્ટેટ્સે ઓક્ટોબરની શરૂઆતમાં તેના પ્રતિબંધો હટાવ્યા હતા. જે બાદ ભારત માટે વેનેઝુએલાથી સસ્તું તેલ આયાત કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

આ સમાચાર પણ વાંચો :  Maratha Reservation: શું મરાઠા આરક્ષણનો મુદ્દો મોદી સરકારને પણ આપશે ટેન્શન? સર્વપક્ષીય બેઠકમાં હસ્તક્ષેપની માંગ; જાણો મુખ્યમંત્રી એકનાથ શિંદે શા માટે માંગી રહ્યા છે સમય..

તેલની માંગ વધી

પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના ડેટા અનુસાર, જાન્યુઆરી-સપ્ટેમ્બર દરમિયાન ભારતની તેલની માંગ વાર્ષિક ધોરણે 5.6 ટકા વધીને 171.34 મિલિયન ટન અથવા 4.9 મિલિયન બીપીડી થઈ છે. આ જ સમયગાળામાં ડીઝલ અને ગેસોલિનની માંગમાં 6.5 ટકા અને 7.4 ટકાનો વધારો થયો છે. આ વર્ષે જેટ ફ્યુઅલની માંગમાં 20.5 ટકાનો વધારો થયો છે. ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં તેલની આયાતના તેના સ્ત્રોતોમાં વૈવિધ્યીકરણ કર્યું છે. ફેબ્રુઆરી 2022 પછી, રશિયા ભારતને ક્રૂડ ઓઇલના ટોચના વિક્રેતા તરીકે ઉભરી આવ્યું છે. નાણાકીય વર્ષ 2022 માં, ભારતની કુલ તેલની આયાતમાં રશિયન તેલનો હિસ્સો માત્ર 2 ટકા હતો. નાણાકીય વર્ષ 2023માં તે વધીને લગભગ એક ચતુર્થાંશ થઈ ગયું હતું. ભારતને અન્ય મુખ્ય સપ્લાય કરનારાઓમાં ઈરાક, સાઉદી અરેબિયા, અમેરિકા અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.

Amazon Layoffs: એમેઝોન લે-ઓફ: કંપનીએ જણાવ્યું મોટા પાયે કર્મચારીઓની છટણીનું કારણ
LPG: નિયમોમાં ફેરફાર: LPG, આધાર કાર્ડથી GST સુધી… આજથી લાગુ થતા આ મોટા નિયમો, તમારા માસિક બજેટ પર થશે અસર
Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Exit mobile version