ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઓગસ્ટ, 2021
મંગળવાર
કોવિડ-19ના ડેલ્ટા-વેરિયન્ટનો કહેર ફરીથી ફેલાઇ રહ્યો છે. તેની અસર ઓઇલ માર્કેટ પર પડી છે.
આ ઉપરાંત, દુનિયાના અન્ય દેશોમાં પણ કોવિડ-19ના ડેલ્ટા વેરિયન્ટના કારણે ગ્લોબલ ઓઇલ ડિમાન્ડમાં રિકવરી થઈ રહી નથી. તેથી સોમવારે બ્રેંટ ક્રૂડમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો છે.
જોકે ભારતમાં છેલ્લા 31 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ગત 4 મેથી પેટ્રોલની કિંમતમાં ઘણો વધારો થયો.
સમયાંતરે થયેલા ભાવ વધારાથી 42 દિવસમાં જ પેટ્રોલ 11.52 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 9.08 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે.
હરદીપ સિંહ પુરીના પેટ્રોલિયમ મંત્રી બન્યા બાદ ગત 18 જુલાઈથી ઇંધણના ભાવ સ્થિર છે.
